June 2024 Bank Holiday: જૂન મહિનામાં બેંક 10 દિવસ રહેશે બંધ, જાણો રજાઓની યાદી
June 2024 Bank Holiday: મે મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો બાકી છે. હવે પછીનો મહિનો જૂન છે, જેમાં ઘણી રજાઓ આવશે. જે કારણે જૂન મહિનામાં બેંકો કુલ 10 દિવસ બંધ રહેશે.
જે કારણે બેંકનું કામ કરતા પહેલા રજાઓની યાદી જાણી લેવી જોઇએ, જેથી તમે અસુવિધાથી બચી શકો છો. આ રજાઓ દરમિયાન એટીએમ અને ઓનલાઇન બેંક સર્વિસ ચાલુ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા રજાના કેલેન્ડર મુજબ, જૂનમાં કુલ 10 દિવસ બેંક બંધ હોવાને કારણે કોઈ કામ થશે નહીં. જેમાં પાંચ રવિવાર અને 2 શનિવારની રજાઓનો સમાવેશ થાય છે.
આ સિવાય અલગ-અલગ જગ્યાએ બેંકો બંધ હોવાના કારણે અન્ય 3 દિવસ કોઈ કામ થશે નહીં. જોકે, ડિજિટલ બેંકિંગના યુગમાં, તમે બેંકની રજાઓ હોવા છતાં ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકો છો.

જૂનમાં આ તારીખો પર બેંકો બંધ રહેશે
- 2 જૂન, 2024ના રોજ રવિવારની રજા હોવાને કારણે બેંકો બંધ રહેશે.
- 8 જૂન, 2024ના રોજ મહિનાના બીજા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
- 9 જૂન, 2024 ના રોજ મહિનાના બીજા રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
- 15 જૂન, 2024 ના રોજ ભુવનેશ્વર અને આઈઝોલ ઝોનમાં રાજા સંક્રાંતિના કારણે બેંકો બંધ રહેશે.
- 16 જૂન, 2024 ના રોજ રવિવારના રોજ સાપ્તાહિક રજા હોવાને કારણે બેંકોમાં કોઈ કામ રહેશે નહીં.
- 17 જૂન, 2024ના રોજ બકરીદ/ઈદ-ઉલ-અઝહા નિમિત્તે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
- 18 જૂન, 2024ના રોજ જમ્મુ અને શ્રીનગર ઝોનમાં બેંકો બંધ રહેશે.
- 22 જૂન, 2024 ના રોજ, મહિનાના ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
- 23 જૂન 2024ના રોજ રવિવારે સાપ્તાહિક રજા હોવાને કારણે બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં.
- 30 જૂન, 2024 ના રોજ રવિવારના કારણે બેંકો બંધ રહેશે.












Click it and Unblock the Notifications
