નોટબંધી પછી આ 7 રીતે બેંકવાળા કરે છે કાળા ધનને સફેદ
નોટબંધી પછી તેવા પેંતરા બહાર આવ્યા છે જેમાં બેંકના મેનેજર અને કર્મચારીઓની મિલી ભગતના કારણે કાળા નાણાં સફેદ કરવામાં આવી રહ્યા છે. જે અંગે વધુ જાણો અહીં...
શમાં નોટબંધીના નિર્ણયને લાગુ થયાને 36 દિવસ થઇ ગયા. આ તમામની વચ્ચે જ્યાં આરબીઆઇએ 51 નવા નિયમો બનાવ્યા છે ત્યાં જ ભષ્ટ્ર બેંક કર્મચારીઓ દ્વારા કાળા ધનને સફેદ કરવાના ખેલની પણ પોલ હવે ધીરે ધીરે સામે આવી રહી છે.
આ દરમિયાન આયકર વિભાગ, પોલિસના દરોડા દરમિયાન કેટલીક મોટર ઓપરેન્ડી બહાર આવી છે. જેમાં બેંકના મેનેજર અને કર્મચારીઓની સંડોવણી પણ સ્પષ્ટ થઇ છે. ત્યારે કેવી 7 અલગ અલગ રીતે કાળા ધનને સફેદ કરવાનો આ ખેલ રચવામાં આવે છે તે અંગે વિસ્તૃત રીતે જાણો અહીં...

ગ્રાહકની ઓળખ
નોટબંધીના લોકો પોતાના નોટો બદલાવવા માટે બેંકોની બહાર લાઇનો લગાવીને ઊભા છે. લોકો બેંકમાં કર્મચારીઓને પોતાનું ઓળખ પત્ર, પેન કાર્ડ જેવી માહિતીઓ આપી રહ્યા છે. આ દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયકર વિભાગના અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું કે બેંકના મેનેજર ગુપચુપ રીતે ગ્રાહકોના દસ્તાવેજોનો ગેરકાયદેસર લે-વેચમાં ઉપયોગ કરે છે. સીબીઆઇએ બેંગલુરુ ઇન્દિરાનગરમાં આવેલી કર્ણાટક બેંકના મેનેજર સૂર્યનારાયણ બેરીને આ રીતેના બનાવટ કરતા પકડ્યા છે.

એટીએમ દ્વારા
નોટબંધી પછી જ્યારે એટીએમમાં નાણાં પૂરા થઇ જતા. તો આ અંગેનો મેસેજ બેંકના અધિકારીઓને પણ પહોંચતો. બીજી વખત જ્યારે એટીએમમાં નાણાં નાખવા માટે આવતા ત્યારે આ નાણાંને એટીએમમાં નાખવાના બદલે તેને ગેરકાનૂની રીતે કાળા નાણાંને સફેદ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો. ધનલક્ષ્મી બેંકના 31 એટીએમમાં નાખવામાં આવેલા 1.30 કરોડ રૂપિયાની નવી નોટોને જાહેર તો કરવામાં આવી હતી પણ તે લોકો સુધી પહોંચી નહતી. આ વાત તે બાદ સીબીઆઇ તપાસમાં સામે આવી હતી.

જન ધન ખાતું
નોટબંધી પછી જન ધન ખાતાનો જબદસ્ત રીતે અયોગ્ય રીતે ઉપયોગ થયો. તપાસમાં ખબર પડી કે બેંક અધિકારીઓ દરેક બેંકના જન ધન ખાતાઓનો ઉપયોગ કાળા નાણાંને સફેદ કરવા માટે કરી રહ્યા હતા. દરેક બેંકના ઓછામાં ઓછા 10 ટકા ખાતાનો આ રીતે ગેરકાનૂની ઉપયોગ કરવામાં આવ્યો છે. બેંગલુરુની વિજયનગરમાં આવેલી રાષ્ટ્રીય બેંક એક જન ધન ખાતામાં અચાનક જ 2 લાખ રૂપિયા આવી ગયા. આ ખાતામાં પહેલા ખાલી 500 રૂપિયા જ હતા. જ્યારે ખાતા ગ્રાહક આ રૂપિયા લેવા આવ્યો તો તેને પરત મોકલી દેવામાં આવ્યો. પછી આ ખાતામાંથી 2.30 લાખ રૂપિયા અન્ય કોઇ ખાતામાં નાખવામાં આવ્યા.

ડિમાન્ડ ડ્રાફ્ટ
સરકારને લાગ્યું કે નોટબંધી પછી તે ખૂબ જ સરળતાથી કાળું નાણું પોતાની કાબુમાં કરી લેશે પણ બેંક અધિકારીઓએ તેને પણ ચૂનો લગાવી દીધો. બેંક અધિકારીઓએ પહેલા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા અને પછી તેને કેન્સલ કરાવી દીધા. આમ બેંક વાળાએ પહેલા કાળા નાણાંથી ડીડી બનાવ્યું અને તેને કેન્સલ કરી નવી નોટોમાં આ રૂપિયા પાછા આપી દીધા. આયકર વિભાગની તપાસમાં ગોપાલ અને અશ્વિની જી સૂંકૂ નામના બે વેપારીઓએ આ જ રીતે 149 ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 71.49 લાખ રૂપિયાની કિંમત એકઠી કરી હતી. તેવું જાણવા મળ્યું છે.

કેશિયરની મિલીભગત
બેંકમાં કામ કરતા કેશિયરે પણ કમિશન લઇને જૂની નોટોના બદલે નવી નોટો આપવાનું કામ ખૂબ જ હોશિયારીથી કર્યું છે. આયકર વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગની ગ્રામીણ બેંકોમાં નોટ બદલવા માટે આવે અભણ અને નિયમોથી અજાણ લોકો જોડે આ ઠગાઇ કરી છે. ગરીબ લોકોને ઓળખ પત્ર જમા ન કરાવવું પડે તે માટે 25 ટકા કમિશન લઇ કેટલાક ખોટા દસ્તાવેજોની મદદથી સરકાર અને જનતાને કેશિયરોએ ચૂનો લગાવ્યો છે. તેમાં આરબીઆઇના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.

નકલી ખાતાનો ખેલ
કેટલાક કિસ્સામાં પ્રમાણિક ખાતાધારકોની ઓળખ પત્રનો અયોગ્ય ઉપયોગ કરી તેમના નામ પર ખાતા ખોલવામાં આવ્યા છે. અને પૈસાની લેવડ દેવડને અંજામ આપવામાં આવ્યો છે. તપાસકર્તા હાલ આવા તમામ નવા ખોલાયેલા ખાતાની તપાસ કરી રહ્યા છે.

એનજીઓ દ્વારા ચોરી
નોટબંધી પછી નાના દુકાનદારો જોડેથી 10,20,50 અને 100 રૂપિયા જમા કરતા માઇક્રો ફાઇનાન્સ એજન્ટોએ પણ એનજીઓ દ્વારા પોતાના ખાતામાં આ કિંમત નાખી હેરા ફેરી કરી છે. આવા કિસ્સામાં જૂની તારીખો બતાવી પૈસા જમા કરવામાં આવ્યા છે. જે પછી 5000 જેટલા એનજીઓ આયકર વિભાગની તપાસમાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
