For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 મહિનામાં પૈસા થયા બમણાં, જાણો ક્યાં મળ્યું આટલું રિટર્ન

સામાન્ય રીતે લોકો ઈચ્છે છે કે તેમના પૈસા ઝડપથી વધે. આ માટે લોકો રોકાણના જુદા જુદા વિકલ્પ પસંદ કરે છે, પરંતુ હંમેશા સારુ વળતર મેળવવું કપરું હોય છે.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે લોકો ઈચ્છે છે કે તેમના પૈસા ઝડપથી વધે. આ માટે લોકો રોકાણના જુદા જુદા વિકલ્પ પસંદ કરે છે, પરંતુ હંમેશા સારુ વળતર મેળવવું કપરું હોય છે. પણ શેરબજાર એક એવી જગ્યા છે, જ્યાં સારું વળતર મળે છે. આવું જ રિટર્ન એક શેરે આપ્યું છે. આ શેરનો ભાવ એક મહિનામાં 90 ટકાથી વધુ વધ્યો છે. જો કોઈ રોકાણકારે આ શેરમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હશે, તો તેમને હવે 1.90 લાખ રૂપિયા થઈ જશે.

કેમ શેરબજારમાં મળે છે સારું રિટર્ન

કેમ શેરબજારમાં મળે છે સારું રિટર્ન

શેર બજારને લોકો અચાનક વધુ કમાણીનું સાધન માને છે. પરંતુ આવું છે નહીં. હકીકતમાં અહીં સારા રિસર્ચ બાદ રોકાણ કરવામાં આવે તો સારુ વળતર મળે છે. શેરબજારમાં કોઈ રોકાણ થતું જ નથી, અહીં તમે બિઝનેસમાં ભાગ લે છે. એવામાં જો કંપની સારી હોય તો તમને ફાયદો થશે. પરંતુ જો ખોટી કંપનીમાં ભાગીદાર બન્યા તો નુક્સાન નક્કી છે.

આંધ્ર સિમેન્ટે આપ્યું 1 મહિનામાં 90 ટકાથી વધુ વળતર

આંધ્ર સિમેન્ટે આપ્યું 1 મહિનામાં 90 ટકાથી વધુ વળતર

શૅરબજારમાં લિસ્ટેડ કંપની આંધ્ર સિમેન્ટે એક મહિનામાં 90.32 ટકા રિટર્ન આપ્યું છે. આ કંપની સિમેન્ટનું ઉત્પાદન કરે છે. આ કંપનીના શેરમાં 53 હજાર શેરનો બિઝનેસ થયો છે. રોજનું વોલ્યુમ લગભગ 58 ટકા વધુ થયું છે. કંપનીની માર્કેટ કેપ લગભગ 104 કરોડ રૂપિયા છે. જો કે કંપની શૅર બજારમાં પેની સ્ટોક સિરીઝમાં આવે છે.

આવું જ રિટર્ન નોઈડા ટોલ બ્રિજે પણ આપ્યું

આવું જ રિટર્ન નોઈડા ટોલ બ્રિજે પણ આપ્યું

આવું જ કંઈક રિટર્ન નોઈડા ટોલ બ્રિજ કંપનીનું પણ છે. આ કંપનીએ પણ એક મહિનામાં લગભગ 90 ટકા રિટર્ન આપ્યું છે. આ કંપની નોઈડા અને દિલ્હીને જોડતા રોડનું સંચાલન કરે છે. કંપનીના શેરનું સરેરાશ વોલ્યુમ 22 હજાર શેરનું રહ્યું છે. રોજ આ શેરના વોલ્યુમમાં એક મહિના દરમિયાન 62 ટકાનો વધારો થયો છે.

શું આવા શેરમાં રોકાણ કરાય?

શું આવા શેરમાં રોકાણ કરાય?

શેરખાનના ઉપાધ્યક્ષ મૃદુલકુમાર વર્માના કહેવા પ્રમાણે જો તમે સામાન્ય રોકાણકાર છો તો આવા શેરથી બચો. આ શેર મોટું વળતર આપે છે, પણ મોટું નુક્સાન પણ કરાવી શકે છે. તેમના કહેવા પ્રમાણે સામાન્ય રોકાણકારે ક્યારેય નાની કંપનીના શેરમાં રોકાણ ન કરવું જોઈએ. આવા શેરમાં જ એવા જ લોકોએ રોકાણ કરવું જોઈએ જે આ કંપનીના વેપારને બરાબર સમજે છે.

શું હોય છે પેની સ્ટોક

શું હોય છે પેની સ્ટોક

પેની સ્ટોક્સ એ શેરને કહેવાય છે, જે સ્ટોક માર્કેટમાં ખૂબ ઓછા ભાવે મળે છે. કદાચ તેનું નામ પેની સ્ટોક એટલે પડ્યું હશે કારણ કે અમેરિકામાં એક ડોલરથી ઓછી કિંમતમા મળતા શેરને પેની સ્ટોક કહેવાય છે. પરંતુ આપણા દેશમાં 10 રૂપિયાથી ઓછી કિંમત પર ટ્રેડ થતા શેરને પેની સ્ટોક્સ કહેવામાં આવે છે. આવ શેર સામાન્ય રીતે નાની કંપનીઓના હોય છે. આ કંપનીઓ પાસે મૂડી ઓછી હોય છે. સામાન્ય રીતે પેની સ્ટોકવાળી મોટા ભાગની કંપનીઓ લોસમાં હોય છે, તેમનું ટર્નઓવર પણ ઓછું હોય છે. એટલે આવા શેરમાં રોકાણ જોખમભર્યું હોય છે.

આ પણ વાંચો: આર્થિક મંદી: માનસિક તણાવમાં સિનિયર અધિકારીઓ, નોકરી ગુમાવાનો ડર

English summary
know about stocks which made investors money double in month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X