For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનમાં મુસાફરી કરો છો, પણ શું આ અધિકાર વિશે ખબર છે

ભારતમાં અડધા કરતા વધુ વસતી ટ્રેનમાંથી સફર કરે છે, પરંતુ મોટા ભાગના લોકોને ટ્રેન અંગેના ફાયદા કે ટ્રેનમાં મુસાફરીના અધિકાર વિશે ખ્યાલ નથી હોતો.

|
Google Oneindia Gujarati News

ભારતમાં અડધા કરતા વધુ વસતી ટ્રેનમાંથી સફર કરે છે, પરંતુ મોટા ભાગના લોકોને ટ્રેન અંગેના ફાયદા કે ટ્રેનમાં મુસાફરીના અધિકાર વિશે ખ્યાલ નથી હોતો. પરંતુ અમે તમને ભારતીય રેલવે અંગેના અધિકારો વિશે વાત કરીશું.

જો તમારે ક્યારેક ઉતાવળમાં ક્યાંક જવું હોય પણ ટ્રેનની ટિકિટ બુક ન કરી શક્યા હો, તો તમે પ્લેટફોર્મ ટિકિટ સાથે ટ્રેનમાં ચડી શકો છો. બાદમાં TTE જોડે જઈને ટિકિટ બનાવી શકો છો. સીટ ખાલી થવા પર તમને માત્ર રિઝર્વ્ડ ટિકિટના ભાવે જ ટિકિટના પૈસા લઈ સીટ મળી શકે છે. પરતુ ધ્યાન એ રાખો કે સીટ ખાલી ન હોય અને તમે બેસો તો પેનલ્ટી વસુલ કરાશે.

TTE આ રીતે કરી શકે છે તમારી મદદ

TTE આ રીતે કરી શકે છે તમારી મદદ

-RAC ટિકિટ ધરાવતા મુસાફરોને અડધી બર્થ અપાવવી

- લાંબી મુસાફરી દરમિયાન કોઈ સુપરફાસ્ટ ટ્રેનનો દરવાજો ખુલ્લો રેહતો હોય તો તે બંધ કરાવવો

- જો ટ્રેનમાં કોઈ મહિલા એકલી મુસાફરી કરતી હોય તો તેમની બાજુની ખાલી સીટ ફક્ત મહિલાને જ આપવી

- ટ્રેનમાં પાણી પુરુ થઈ જાય તો આગામી સ્ટેશન પર પાણી ભરાવવું

- ટોયલેટ ગંદુ હોય તો તેને સાફ કરાવવું

- ટ્રેનમાં પંખા અને લાઈટ ખરાબ હોય તો રિપેર કરાવા

તત્કાલ ટિકિટમાં પણ રિફંડની હોય છે સુવિધા

તત્કાલ ટિકિટમાં પણ રિફંડની હોય છે સુવિધા

તત્કાલ ટિકિટમાં પણ રિફંડ મેળવવાની સુવિધા હોય છે, જે વિશે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે. કન્ફર્મ તત્કાલ ટિકિટ તમે કેન્સલ નથી કરી શક્તા. પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિમાં તમે તેના બદલે રિફંડ મેળવી શકો છો.

- જો ટ્રેન 3 કલાકથી વધુ લેટ હોય અને તમે મુસાફરી ન કરી શકો.
- બંધના કારણે, રેલ રોકો કે પૂર જેવી સ્થિતિમાં ટ્રેન કેન્સલ થઈ જાય
- ટ્રેન નક્કી રૂટના બદલે બીજા રૂટ પર ચાલે, જેને કારણે મુસાફરો પોતાના સ્ટેશન પર ઉતરી ન શકે.

મળે છે આ સુવિધાઓ

મળે છે આ સુવિધાઓ

- ઈ ટિકિટ બુક કરીને પેસેન્ડર્સ 24 કલાક પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. પણ આ સુવિધાનો એક જ વાર ઉપયોગ થઈ શકે છે.

- જો ટિકિટ એસી ક્લાસની હોય અને રેલવેના કારણે સ્લીપરમાં સફળ કરવું પડતો હોય તો રિફંડ ક્લેમ કરી શકો છો. જો કોચમાં એસી ખરાબ હોય તો પણ રિફંડ ક્લેમ કરી શકાય છે.

- સાથે જ તમારા નામની કન્ફર્મ ટિકિટ પર તમારા માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી કે તમારા લાઈફ પાર્ટનર મુસાફરી કરી શકે છે. આ માટે તમારે ટિકિટ ટ્રાન્સફ રકારવવી પડશે. ટ્રેન જ્યાંથી ઉપડવાની હોય ત્યાં સ્ટેશન પર તમારે 24 કલાક પહેલા ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર પાસે રિક્વેસ્ટ આપવી પડશે. જો ટ્રેન તમારા સ્ટેશનથી શરૂ થતી હોય તો જ તમે સુવિધાનો ઉપયોગ કરી શોકચો.

- દરેક ટ્રેનમાં ફર્સ્ટ એડ બોક્સની સુવિધા હોય છે. ત્યારે જો શારીરિક રીતે મુશ્કેલી આવે તો તમે ફર્સ્ટ એડ બોક્સ માગી શકો છો. આ બોક્સ તમને TTE કે ટ્રેનમાં હાજર રેવલે કર્મચારી આપી શકે છે. આ સુવિધા મફત છે.

- જો તમે ઓફલાઈન ટિકિટ લીધી હોય અને તમારી પાસે ટિકિટ ન હોય તો પણ તમે મુસાફરી કરી શકો છો. તમારી પાસે બસ વેલિડ આઈકાર્ડ (આધાર, પાન કાર્ડ) હોવું જરૂરી છે. તમને તમારી સીટ અને બોગી નંબર ખબર હોવી જોઈએ.

રેલવે હેલ્પલાઈન નંબર

રેલવે હેલ્પલાઈન નંબર

તમને જણાવી દઈએ કે રિઝર્વેશન પર ત્રણ-ચાર બોગી વચ્ચે એક ટીટીઈ હોય છે. જો બોગી એસી હોય તો એક અટેન્ડન્ટ પણ હોય છે. બોગીમાં સુવિધા આપવાની જવાબદારી તેની છે. જો તે તમારુ કામ બરાબર ન કરે તો તમે ટીટીઈને ફરિયાદ કરી શકો છો. જો ટીટીઈ તમારી વાત ન માને તો તેની પાસે એક ફરિયાદ પુસ્તિકા હોય છે, જેમાં તમે ફરિયાદ નોંધી શકો છો, કેટલીકવાર ટીટીઈ ફરિયાદ પુસ્તિકા આપવા તૈયાર નથી થતા.

આવી સ્થિતિમાં તમે આગામી સ્ટેશનના સ્ટેશન માસ્ટર પાસે ફરિયાદ કરી શકો છો. અથવા તમે @RailMinIndiaન ટેગ કરીને ટ્વિટ કરી શકો છો. આ રેલ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ છે. અહીંથી મદદ મળી જ જાય છે. આ ઉપરાંત તમે રેલવે પ્રધાનને પણ ટેગ કરી શકો છો. રેલવેનો હેલ્પલાઈન નંબર છે 139. અહીં તમને ટ્રેનના ઉપડવાના પહોંચવાના સમયની માહિતી મળશે. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની મદદ માટે 182 ડાયલ કરો. તમે અહીં સુરક્ષા માટે માગ કરી શકો છો.

આ પણ વાંચો: મોદી 2.0ના પહેલા 100 દિવસમાં શેર માર્કેટ રોકાણ કરતા લોકોના 14 લાખ કરોડ ડૂબ્યા

English summary
Know your rights while traveling in train
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X