Krystal Integrated Services IPO : આજે ખુલી ગયો છે આ IPO, જાણો તમામ વિગતો
IPO માં રોકાણ કરવા માંગો છો તો તમારા માટે સારો મોકો છે. આજે નવી કંપનીનો આઈપીઓ લોન્ચ થયો છે. ફેસિલિટી મેનેજમેન્ટ અને સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડર ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસનો IPO ખુલી ગયો છે.
રિટેલ રોકાણકારો આ IPO માટે 14 માર્ચથી 18 માર્ચ સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 21 માર્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

કંપનીએ IPO ખુલ્યા પહેલા 13 માર્ચે એન્કર રોકાણકારો પાસેથી 90.04 કરોડ એકત્ર કર્યા છે. હાલમાં જ શેરબજારમાં ઘણી કંપનીઓના IPO લોન્ચ કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાકમાં રોકાણકારોએ સારો નફો કર્યો છે. સાથે જ કેટલાક IPOમાં પણ રોકાણકારોને નુકસાન થયું છે.
આ IPO માટે પ્રાઇસ બેન્ડ 680-715 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઈસ્યુમાં બિડિંગ માટે લોટ સાઈઝ 20 શેર છે. આ IPOમાં 175 કરોડના નવા શેર જારી કરવામાં આવશે.
આ સાથે 18 લાખ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે. આ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલમાં 750 પર ચાલી રહ્યું છે. કંપની અપર પ્રાઇસ બેન્ડમાં 300 કરોડ એકત્ર કરવા માગે છે.
આ IPOમાં નવા શેર જારી કરીને જે આવક થશે તેમાંથી 10 કરોડ રૂપિયા લોનની ચુકવણીમાં ખર્ચવામાં આવશે. આ ઉપરાંત 10 કરોડમાં નવી મશીનરી ખરીદવામાં આવશે.
કંપની આરોગ્યસંભાળ, હાઉસકીપિંગ, બાગકામ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ, કચરો વ્યવસ્થાપન અને જંતુ નિયંત્રણ, અન્ય ઘણી સેવાઓની સાથે પ્રદાન કરે છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસના ક્લાયન્ટ વિશે વાત કરીએ તો રેલવે અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા છે.












Click it and Unblock the Notifications
