ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 5 ઓગસ્ટ
નવી દિલ્હી, 31 જુલાઇ : સરકારે 30 જુલાઇએ જાહેર કર્યું છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 5 ઓગસ્ટ કરવામાં આવી છે. આમ કરવાનું કારણ એ છે કે બુધવારે ઓનલાઇન ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં જોરદાર વધારો નોંધાયો હતો.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 'કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની અંતિમ તારીખ 31 જુલાઇ, 2014થી વધારીને 5 ઓગસ્ટ, 2014 કરવામાં આવી છે.'

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ પહેલા ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
આ વર્ષે 30 જુલાઇ સુધીમાં અંદાજે 92 લાખ રિટર્ન્સ ઓનલાઇન ફાઇલ થયા છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ફાઇલ થયેલા ઓનલાઇન રિટર્ન્સની સરખામણીમાં તેમાં 46.8 ટકાનો વધારો જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
