For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC IPO: દેશના સૌથી મોટા આઈપીઓમાં પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ, જાણો કેવો મળી રહ્યો છે રિસ્પૉન્સ?

આજે સોમવાર એટલે કે 9 મેના રોજ દેશના સૌથી મોટા આઈપીઓમાં પૈસા રોકવાનો આજે છેલ્લો દિવસ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે સોમવાર એટલે કે 9 મેના રોજ દેશના સૌથી મોટા આઈપીઓમાં પૈસા રોકવાનો આજે છેલ્લો દિવસ છે. જીવન વીમા નિગમ(એલઆઈસી)નો આઈપીઓ 4 મેના દિવસે રિટોલ રોકાણકારો માટે ઓપન થયો હતો. ગઈકાલે રવિવારની રજા હોવા છતાં રોકાણકારો આ આઈપીઓમાં બિડ કરી શકે તે માટે બેંકો ખોલવામાં આવી હતી. આ આઈપીઓને રોકાણકારો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. આજે પાંચમાં દિવસે 1.72 ગણુ સબસ્ક્રીપ્શન થઈ ચૂક્યુ છે.

lic

અત્યાર સુધી સૌથી વધુ જોશ પૉલિસી હોલ્ડર્સે બતાવ્યો છે અને તેમના માટે અનામત હિસ્સાને 4.80 ગણી બોલી મળી છે એંપ્લોઈઝ અને પૉલિસી હોલ્ડર્સ માટે રિઝર્વ હિસ્સો પહેલા જ દિવસે સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. વળી, બીએસઈ પર હાજર આંકડા મુજબ સૌથી ઓછી બોલી ક્વૉલિફાઈડ ઈનસ્ટીટ્યુશનલ બાયર્સ(QIB)ના ભાગમાં આવી છે.આ પહેલા 2 મેના રોજ એંકર રોકાણકારો પાસેથી 5627 કરોડ રૂપિયા એલઆઈસીએ એકઠા કરી લીધા છે. એંકર રોકાણકારોમાં 71 ટકા ભાગીદારી ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદી છે. આ આઈપીઓ દ્વારા પોતાની 3.5 ટકા ભાગીદારી વેચીને 21,000 કરોડ રુપિયા એકઠા કરવાની સરકારની યોજના છે.

એલઆઈસી આઈપીઓ વિશે માહિતી

  • એલઆઈસી આઈપીઓની પ્રાઈસ બેન્ડ 902-949 રુપિયા પ્રતિ શેર છે.
  • એલઆઈસી આઈપીઓની લૉટ સાઈઝ 15 શેરની છે.
  • એલઆઈસી આઈપીઓમાં છૂટક રોકાણકારો મહત્તમ 14 લૉટ લઈ શકશે.
  • એલઆઈસી આઈપીઓમાં સરકાર વેચી રહી છે 3.5 ટકા ભાગીદારી.
  • એલઆઈસી આઈપીઓની સાઈઝ 21,000 કરોડ રૂપિયાની.
  • એલઆઈસી આઈપીઓ 17 મેના રોજ લિસ્ટ થઈ શકે છે.
  • એલઆઈસી આઈપીઓમાં રિટેલ રોકાણકારોને 45 રૂપિયા પ્રતિ શેરની છૂટ.
  • એલઆઈસી આઈપીઓમાં એલઆઈસીના વીમાધારકોને 60 રૂપિયા પ્રતિ શેરની છૂટ.

ગ્રે માર્કેટમાં શું છે ભાવ

ઈશ્યુ ખુલ્યા બાદ ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરના પ્રીમિયમ(ગ્રે માર્કેટ પ્રીમિયમ-જીએમપી) સતત ઘટી રહ્યો છે. ઈશ્યુ ખુલ્યા પહેલા તે 90 રૂપિયા પર પહોંચી ગયો ગતો અને ઈશ્યુ ખુલવાના એક દિવસ પહેલા 85 રૂપિયા પર હતો. ત્યારબાદથી આનુ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી રહ્યો છે. બજારની વર્તમાન હાલતની ગ્રે માર્કેટના ભાવ પર પણ અસર દેખાઈ રહી છે.

English summary
LIC IPO: Today is the last chance to invest in country's largest IPO, Know the response.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X