Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LPG Cylinder Rates: રસોઈ ગેસ સિલિન્ડર થયુ 50 રૂપિયા મોંઘુ, જાણો આ શહેરોની કિંમત

ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશન(આઈઓસી)એ કહ્યુ છે કે દેશભરમાં સબસિડી વિનાના પેટ્રોલિયમ ગેસ(એલપીજી) સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશન(આઈઓસી)એ કહ્યુ છે કે દેશભરમાં સબસિડી વિનાના પેટ્રોલિયમ ગેસ(એલપીજી) સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવુ પાંચ મહિનામાં પહેલી વાર થયુ છે જ્યારે સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત રાજ્ય દ્વારા સંચાલિત તેલ કંપનીઓ નિર્ધારિત કરે છે અને માસિક આધારે તેમાં સુધારો કરવામાં આવે છે. છેલ્લે જુલાઈમાં કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

lpg

હવે કિંમતો વધ્યા બાદ 14.2 કિલોગ્રામનુ સબસિડી વિનાનુ એલપીજી સિલિન્ડર દિલ્લીમાં ડિસેમ્બર મહિનામાં 644 રૂપિયામાં પડશે. કોલકત્તામાં આની કિંમત 670.50 રૂપિયા હશે. મુબઈમાં સિલિન્ડરને 644 રૂપિયામાં ખરીદી શકાશે. ચેન્નઈમાં સિલિન્ડરને 660 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પરિવારોને સબસિડી દરો પર પ્રતિ વર્ષ મહત્તમ 12 એલપીજી સિલિન્ડર ખરીદવાની અનુમતિ છે. ખરીદતી વખતે સિલિન્ડરને પૂરી કિંમતે ખરીદવામાં આવે છે અને બાદમાં સરકાર દ્વારા બેંક અકાઉન્ટમાં સબસિડીના પૈસા આવે છે. જો કે એવુ પણ કહેવાય છે કે ઘણા ગ્રાહકોને મે મહિના પછી સબસિડી મળી નથી.

રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત કેવી રીતે નક્કી થાય છે -

એલપીજી સિલિન્ડરની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્રાના એક્સચેન્જ રેટ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ જ કારણ છે કે સિલિન્ડરની કિંમતોમાં દર મહિને ફેરફાર કરવામાં આવે છે. એવામાં જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર પણ વધુ સબસિડી આપે છે. વળી, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ગગડે ત્યારે સરકાર પણ સબસિડીમાં ઘટાડો કરે છે. વળી, સિલિન્ડર પર જીએસટીની ગણતરી ઈંધણના બજાર મૂલ્યથી નક્કી થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X