For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટના 3 દિવસ બાદ LPGના ભાવ 25 રૂપિયા વધ્યા,પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઉછાળો

બજેટ આવ્યાના ત્રણ દિવસ બાદ જ એલપીજી સિલિન્ડરના ભાવ 25 રૂપિયા વધી ગયા.

|
Google Oneindia Gujarati News

ગયા વર્ષે કોરોના મહામારીએ અર્થવ્યવસ્થાને ચોપટ કરી દીધી. ત્યારબાદ સામાન્ય જનતાને પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે જનતાને આશા હતી કે તેમણે મોંઘવારીથી રાહત મળશે પરંતુ હવે મામલો ઉલટો પડી ગયો. બજેટ આવ્યાના ત્રણ દિવસ બાદ જ એલપીજી સિલિન્ડરના ભાવ 25 રૂપિયા વધી ગયા. વળી, ડીઝલ-પેટ્રોલના ભાવમાં પણ 35-35 પૈસા પ્રતિ લિટરના હિસાબે વધારો થયો છે.

lpg

એલપીજી કંપનીના નિર્ણય બાદ હવે દિલ્લીમાં 14.2 કિલોગ્રામવાલા રસોઈ ગેસની કિંમત 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. વળી, કોલકત્તામાં 745.50, મુંબઈમાં 719 અને ચેન્નઈમાં 735 રૂપિયા કિંમત છે. વર્તમાન સમયમાં દેશમાં 28.9 કરોડ એલપીજી ગ્રાહકો છે જેના પર વધેલી કિમતની સીધી અસર પડશે. જો કે 2021ના પહેલા મહિને એટલે કે જાન્યુઆરીમાં એલપીજીની કિંમતમાં કોઈ વધારો થયો નહોતો પરંતુ ડિસેમ્બરમાં બે વાર કિંમતમાં વધારો થયો હતો. જેના કારણે એલપીજીના ભાવ દિલ્લીમાં 100 રૂપિયા સુધી વધી ગયા હતા.

માર્કેટ એક્સપર્ટ્સની માનીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત મજબૂત થઈ રહ્યા છે પરંતુ જ્યારે ત્યાં ભાવ વધે છે તેની અસર ભારતમાં 20-25 દિવસ બાદ જોવા મળે છે. કારણ ભલે ગમે તે હોય પરંતુ બજેટ રજૂ થયાના 3 દિવસ બાદ એલપીજીના ભાવ વધવાથી જનતા પરેશાન છે. વળી, મોદી સરકાર પણ મોંઘવારીના મુદ્દે વિપક્ષી દળોના નિશાના પર આવી ગઈ છે.

વળી, ફેબ્રુઆરીમાં દિલ્લીમાં પેટ્રોલની કિંમતોમાં 35 પૈસાનો વધારો થયો ત્યારબાદ હવે ત્યાં ભાવ 86.65 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. જ્યારે 35 પૈસાના વધારા બાદ ડીઝલ 76.83 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયુ છે. વળી, મુંબઈમાં પેટ્રોલના ભાવ 93.20 રૂપિયા અને ડીઝલ 83.67 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ક્રમશઃ 89.13 એો 82.04 રૂપિયા પ્રતિ લિટર છે.

લીઝાથી લઈ સંજૂ સુધી આ સ્ટાર્સે હિંમતથી જીતી કેન્સર સામે જંગલીઝાથી લઈ સંજૂ સુધી આ સ્ટાર્સે હિંમતથી જીતી કેન્સર સામે જંગ

English summary
LPG gas cylinder petrol diesel price hike after budget 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X