LPG Price: એલપીજીના ભાવમાં બજેટ પહેલા થયો મોટો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ રેટ
ફેબ્રુઆરી મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણો શું?
નવી દિલ્લીઃ ફેબ્રુઆરી મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. જે મુજબ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભારતીય ઑઈલ માર્કેટીંગ કંપનીઓ(OMC)એ ફેબ્રુઆરી મહિના માટે રાંધણ ગેસના ભાવ જાહેર કરી દીધા છે. જે મુજબ સબસિડી વિનાના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે દિલ્લીમાં રાંધણ ગેસની કિંમત કોઈ ફેરફાર વિના 899.5 રૂપિયા પર છે. વળી, ઓઈલ કંપનીઓએ કૉમર્શિયલ ગેસની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયન ઑઈલ(IOC)એ 19 કિલોગ્રામ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે ત્યારબાદ નવી દિલ્લીમાં 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી, 2022 મહિનામાં પણ એલપીજી ગેસ સિલિન્ડની કિંમતમાં 102.50 રૂપિયોનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ક્રમમાં ફેબ્રુઆરીના પહેલા દિવસે બજેટ રજૂ થતા પહેલા જ ગેસ સિલિન્ડની કિંમતમાં ઘટાડો થયો છે. જો કે 14 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડના ભાવાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે. જો કે, જરુર પડવા પર ઑઈલ કંપનીઓ મહિનાની વચમાં પણ ફેરફાર કરતી હોય છે.
કૉમર્શિયલ ગેસ સિલિન્ડની કિંમતની વાત કરીએ તો દિલ્લીમાં 19 કિલોગ્રામ કૉમર્શિયલ ગેસની કિંમત 91.5 રૂપિયા ઘટાડીને 1907 રૂપિયા થઈ ગઈ છે. કોલત્તામાં કૉમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 89 રૂપિયા ઘટાડીને 1987 રુપિયા કરવામાં આવ્યો છે. મુંબઈમાં કૉમર્શિયલ ગેસની કિંમત 1856 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 1948.5 રૂપિયા હતી. ચેન્નઈમાં 19 કિલોગ્રામ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2080.5 રૂપિયા થઈ ગયો.
આ રીતે ચેક કરો પોતાના શહેરમાં એલપીજીના ભાવ
જો તમે કોઈ પણ શહેરમાં ગેસ સિલિન્ડની કિંમત જાણવા માંગતા હોય તો સરકારી ઓઈલ કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. આના માટે તમારે આઈઓસીએલ(IOCL)ની વેબસાઈટ cx.indianoil.in/webcenter/portal/Customer/pages_productprice પર જાવ. ત્યારબાદ વેબસાઈટ પર રાજ્ય, જિલ્લો અને ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટ કરો અને પછી સર્ચ પર ક્લિક કરો. ત્યારબાદ ગેસ સિલિન્ડના ભાવ તમને જોવા મળી જશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
