For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના બેંક કૌભાંડ મામલે શરદ પવારની મુશ્કેલી વધી, EDએ કેસ નોંધ્યો

મહારાષ્ટ્રના બેંક કૌભાંડ મામલે શરદ પવારની મુશ્કેલી વધી, EDએ કેસ નોંધ્યો

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. પરંતુ તે પહેલા જ એનસીપીના પ્રમુખ શરદ પવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર સહિત 70 અન્ય લોકો વિરુદ્ધ ઈડીએ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સ્ટેટ કોઑપરેટિવ બેંક કૌભાંડ મામલે આ કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલે બૉમ્બે હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે શરદ પવાર અને અજિત પવાર સહિત 70 લોકો વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. કેર્ટે માન્યું હતું કે આ તમામ આરોપીઓને કૌભાંડની જાણકારી હતી. શરદ પવાર અને જયંત પાટિલ સહિત બેંકના અન્ય ડાયરેક્ટર વિરુદ્ધ બેંકિંગ અને આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જેમાં 34 શાખાઓના અધિકારીઓ પણ સામેલ છે. હાઈકોર્ટે જસ્ટિસ એસસી ધર્માધિકારી અને જસ્ટિસ એસકે શિંદેની બેંચે 22 ઓગસ્ટે કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ ઠોસ પૂરાવા છે. આર્થિક અપરાધ શાખા પાંચ દિવસમાં તેમની વિરુદ્ધ કેસ નોંધે.

જાણો, કઈ રીતે આ બેંક કૌભાંડને અંજામ આપવામાં આવ્યો

જાણો, કઈ રીતે આ બેંક કૌભાંડને અંજામ આપવામાં આવ્યો

શરદ પવાર, જયંત પાટિલ સહિત બેંકના અન્ય ડાયરેક્ટરો કથિત રીતે ચીની મિલને ઓછા દરે લોન આપવામાં આવી હતી. ડિફૉલ્ટરની સંપત્તિ સસ્તી કિંમતે વેચી દેવામાં આવી હતી. ઉપરાંત આ સંપત્તિને વેચવા, સસ્તી લોન આપવા અને તેની ફરી ચૂકવણી ન થવાથી બેંકને 2007થી 2011 દરમિયાન 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલિન નાણામંત્રી અજિત પવાર તે સમયે MSCBના ડાયરેક્ટર હતા. નાબાર્ડે મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટી અધિનિયમ અંતર્ગત આ મામલાની તપાસ કરી પોતાનો રિપોર્ટ સોંપ્યો, જેમાં પવાર, હસન મુશ્રીફ, કોંગ્રેસ નેતા મધુકર ચૌહાણ તથા અન્ય લોકોને બેંક કૌભાંડના આરોપી બનાવ્યા હતા.

નાબાર્ડના રિપોર્ટમાં શરદ પવાર અને અજિત પવાર પર આ આરોપ?

નાબાર્ડના રિપોર્ટમાં શરદ પવાર અને અજિત પવાર પર આ આરોપ?

મામલાને લઈ નાબાર્ડ અને મહારાષ્ટ્ર સહકારિતા વિભાગ તરફથી દાખલ કરવાાં આવેલ રિપોર્ટમાં બેંકને થયેલ નુકસાન માટે રાકાંપા નેતા અજિત પવાર અને બેંકના બીજા ડાયરેક્ટરને જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંક અધિકારીઓની નિષ્ક્રિયતા અને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયને પગલે બેંકને ભારે નુકસાન થયું છે. નાબાર્ડના ઑડિટ રિપોર્ટ મુજબ ચીની મિલોને લોન આપવામાં મોટા પાયે બેંકના નિયમોનું ઉલ્લંઘન થયું છે. તત્કાલિન સમયમાં રાંકપા નેતા અજિત પવાર બેંકના ડાયરેક્ટર હતા. નાબાર્ડના આ રિપોર્ટ છતાં કોઈ કેસ ન થયો. જે બાદ સામાજિક કાર્યકર્તા સુરેન્દ્ર અરોડાએ આ મામલે આર્થિક અપરાધ મામલાની શાખામાં ફરિયાદ કરી હતી.

આ કલમો અંતર્ગત કેસ નોંધાયો

આ કલમો અંતર્ગત કેસ નોંધાયો

શરદ પવાર અને અજીત પવાર સહિતના આરોપીઓ પર કલમ 420, કલમ 409, કલમ 406, કલમ 465, કલમ 467 અને કલમ 120બી અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધીલોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધી

English summary
maharashtra bank scam: ED registered case agains sharad pawar and ajit pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X