For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર ખુબ જ વધારે ગોલ્ડ ખરીદી રહી છે, ડર શું છે તે જાણો

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વની સરકારો ખુબ જ વધારે ગોલ્ડની ખરીદી કરી રહી છે. 2018-19ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રશિયા અને ચીન સહિતના ઘણાં દેશોની સરકારે ગોલ્ડની ખરીદીમાં વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વની સરકારો ખુબ જ વધારે ગોલ્ડની ખરીદી કરી રહી છે. 2018-19ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રશિયા અને ચીન સહિતના ઘણાં દેશોની સરકારે ગોલ્ડની ખરીદીમાં વધારો કર્યો છે. આ દેશોની રિઝર્વ બેંકોએ છેલ્લા 6 વર્ષની સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી છે. આ માહિતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે ડબલ્યુજીસી દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો: આ 4 જગ્યાએથી માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદો, જાણો શું છે પ્રોસેસ

આ છે ગોલ્ડની ખરીદી વધારવાનું કારણ

આ છે ગોલ્ડની ખરીદી વધારવાનું કારણ

વિશ્વની સરકારો દ્વારા ગોલ્ડની ખરીદીમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ડોલરના બદલે ગોલ્ડ પર વિશ્વાસ વધતો જણાવાયું છે. અમેરિકા અને ચીનના ટ્રેડ વૉરના કારણે ઈરાન પર પ્રતિબંધથી ઘણા દેશો તેમના રિઝર્વ ડોલરની જગ્યા ગોલ્ડમાં સીફ્ટ કરી રહ્યા છે.

ગોલ્ડ રિઝર્વમાં વધારો નોંધાયો

ગોલ્ડ રિઝર્વમાં વધારો નોંધાયો

ડબ્લ્યુજીસીના જણાવ્યા મુજબ, ગ્લોબલ ગોલ્ડ રિઝર્વમાં લગભગ 145.5 ટનની વૃદ્ધિ એક વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં પ્રથમ ક્વાર્ટરમાં નોંધાઇ છે. ડબ્લ્યુજીસીએ આ માહિતી તેની એક રિપોર્ટમાં આપી છે, જે ગુરુવારે રજુ કરવામાં આવી છે. ડબલ્યુજીસીની રિપોર્ટ અનુસાર રશિયાએ તેના ગોલ્ડ રિઝર્વમાં સૌથી વધારે વધારો કર્યો છે.

આ છે આગળનો અંદાજ

આ છે આગળનો અંદાજ

ડબલ્યુજીસીના હેડ ઓફ માર્કેટ ઇન્ટેલિજન્સના એલિસ્ટેયર હેવિટના જણાવ્યા મુજબ, ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોમાંથી ગોલ્ડ માટે મોટી માંગ છે. તેઓ માને છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઘણા દેશો દ્વારા ગોલ્ડની માંગ રહેશે. ડબ્લ્યુજીસીની રિપોર્ટ અનુસાર કઝાકિસ્તાન અને તૂર્કી સતત ગોલ્ડની ખરીદી કરતા રહે છે, પરંતુ આ વખતે ઇક્વાડોર 2014 પછી થી પ્રથમ ગોલ્ડ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે. આ સિવાય કતાર અને કોલંબિયા સહિતના ઘણા અન્ય દેશોએ પણ ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. આ બધા દેશોનું આ પગલું ડોલર પર નિર્ભરતા ઘટાડવાનું છે. આ ઉપરાંત, યુરોપિયન દેશોની તુલનામાં આ દેશોનું સોનું ઓછું હતું.

English summary
Many countries are increasing gold reserve, losing faith on dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X