મારૂતિએ માનેસર પ્લાન્ટમાંથી 200 કર્મચારીઓને છૂટા કર્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ માનેસર પ્લાન્ટ સ્થિત ડીઝલ એન્જીન પ્લાન્ટમાં ત્રીજી પાળી ખતમ કરી દીધી છે. આ પ્લાન્ટમાં વાર્ષિક 3 લાખ ડીઝલ એન્જીન તૈયાર કરવામાં આવે છે.
આ અંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે ડીઝલ પ્લાન્ટ પોતાની પૂરી ક્ષમતાની સાથે ઉત્પાદન કરી રહ્યું હતું. જો કે માર્કેટમાં માંગ ઘટવાને પગલે ડીઝલ પ્લાન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ડીઝલની કિંમતોમાં વધારો થવાની સાથે જ ડીઝલ કારોની માંગમાં ઘટાડો થઇ રહ્યો છે. જૂનમાં મારૂતિ સુઝુકીનું કુલ વેચાણ 12.6 ટકા ઘટીને 84,455 થઇ ગયું હતું.
આ દરમિયાન સ્થાનિક માર્કેટમાં તેનું વેચાણ 7.8 ટકા ઘટીને 77,002 કારોનું રહી ગયું હતું. મારૂતિ સુઝુકી ઇન્ડિયાની નિકાસ પણ પાછલા મહિનામાં 43 ટકા ઘટીને 7,453 કારોની રહી ગઇ હતી. જે પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન 13,066 કારોની હતી.












Click it and Unblock the Notifications
