For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઈલ નંબર પોર્ટ કરાવવા માટે હવે માત્ર આટલા રૂપિયા થશે

મોબાઈલ નંબર પોર્ટ કરાવા વિશે એક સારા સમાચાર આવી રહ્યા છે. મોબાઈલ નંબરનું એક ઓપરેટરથી બીજા ઓપરેટર પર પોર્ટ કરાવવું ફરીથી સસ્તું થશે.

|
Google Oneindia Gujarati News

મોબાઈલ નંબર પોર્ટ કરાવા વિશે એક સારા સમાચાર આવી રહ્યા છે. મોબાઈલ નંબરનું એક ઓપરેટરથી બીજા ઓપરેટર પર પોર્ટ કરાવવું ફરીથી સસ્તું થશે. મની ભાસ્કરની રિપોર્ટ મુજબ, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) એ ફરી એકવાર ટેલિકમ્યુનિકેશન મોબાઇલ નંબર પોર્ટેબિલીટી પર પોર્ટ ટ્રાંઝેક્શન ચાર્જ અને ડીપિંગ ચાર્જ અમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2019 નો ડ્રાફ્ટ જારી કર્યો છે. આ ડ્રાફ્ટ પર ટ્રાઇના તમામ હોદ્દેદારો પાસેથી 23 ઓગસ્ટ સુધીમાં સૂચનો માંગવામાં આવ્યા છે.

Mobile Number Portability

આપને જણાવી દઈએ કે ટ્રાઇ દ્વારા જારી કરવામાં આવેલા નવા ડ્રાફ્ટમાં ફરી એકવાર મોબાઇલ નંબર પોર્ટેબીલીટી (એમએનપી) ચાર્જ 19 રૂપિયાથી ઘટાડીને 5.74 રૂપિયા કરવાની ભલામણ કરી છે. હકીકતમાં, ટ્રાઇએ 31 જાન્યુઆરી 2018 ના રોજ એમએનપીનો ચાર્જ 19 રૂપિયાથી ઘટાડીને 4 રૂપિયા કર્યો હતો. ટેલિકોમ ઓપરેટરે ટ્રાઇના નિર્ણય સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. 8 માર્ચ 2019 ના રોજ, દિલ્હી હાઈકોર્ટે ટ્રાઇના નિર્ણયને ફગાવી દીધો હતો.

મની ભાસ્કરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પછી ટેલિકોમ ઓપરેટરો એકવાર ફરી એમએનપી માટે 19 રૂપિયા વસૂલતા હતા. વપરાશકર્તાઓને રાહત આપવા માટે, ફરી એકવાર, ટ્રાઇએ એમએનપી ચાર્જ પર એક નવો ડ્રાફ્ટ જારી કર્યો છે અને 5..74ની ફી નક્કી કરી છે. જો બધુ બરાબર ચાલે છે તો ટ્રાઇના આ નવા નિયમો 30 સપ્ટેમ્બર 2019 થી અમલમાં આવશે.

જણાવી દઈએ કે ટ્રાઇએ મોબાઇલ ગ્રાહકોની સુવિધા માટે મોબાઇલ નંબર પોર્ટેબીલીટી સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ, કોઈપણ મોબાઇલ વપરાશકર્તા તેમનો નંબર બીજા ઓપરેટરથી બદલી શકે છે. આ સેવા માટે ગ્રાહકે થોડી ફી ચૂકવવી પડશે. શરૂઆતમાં આ ફી 19 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તમારો મોબાઇલ નંબર બીજી કંપનીમાં પોર્ટ કરાવવા માટે, ગ્રાહકે તેના મેસેજ બોક્સમાં પોર્ટ ટાઇપ કરવું પડશે અને 1900 પર મેસજ મોકલવો પડશે. હાલમાં પોર્ટ પ્રદાન કરવામાં 4 થી 7 દિવસનો સમય લાગે છે.

આ પણ વાંચો: ભારતમાં મંદીના સંકેત, પીએમ મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે કરી મંત્રણા

English summary
Mobile Number Portability Charges May Reduce
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X