For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મંદીના સંકેત, પીએમ મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે કરી મંત્રણા

ભારતમાં મંદીની અસર દેખાવા લાગી છે. ગ્રાહકની માંગ અને રોકાણમાં ઘટાડાના કારણે દેશમાં મંદીનું સંકટ ઘેરાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં મંદીની અસર દેખાવા લાગી છે. ગ્રાહકની માંગ અને રોકાણમાં ઘટાડાના કારણે દેશમાં મંદીનું સંકટ ઘેરાઈ રહ્યુ છે. આંકડામાં જોઈએ તો જૂન 2019માં સરકારના મૂડી ખર્ચમાં લગભગ 30 ટકાનો ઘટાડો આવ્યો છે. અર્થવ્યવસ્થા માટે મંદીના સંકેતને જોતા ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બેઠક કરી. આ બેઠકમાં નાણામંત્રાલયના ઘણા મોટા અધિકારીઓ પણ શામેલ થયા.

pm modi-sitaraman

બેઠકમાં પીએમ મોદીએ નિર્મલા સીતારમણને આર્થિક મંદીને પહોંચી વળવાના ઉપાયો પર ચર્ચા કરી. જો કે હાલમાં આનાથી રાહતની આશા નથી. રોકાણમાં ઘટાડાને કારણે દેશની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. એપ્રિલ-જૂન 2019 વચ્ચે કરાવવામાં આવેલ એક ઈન્ડસ્ટ્રીયલ આઉટલુક સર્વે મુજબ દેશની 31.6 ટકા મેન્યુફેક્ચરીંગ કંપનીઓ જ પોતાના ઑર્ડરમાં વૃદ્ધિની અપેક્ષા કરી રહી હતી. વળી, આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય મુજબ દેશમાં પીપીપી મોડથી ચાલી રહેલા 65 પ્રોજેક્ટમાંથી 37 પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યા છે. રિપોર્ટ મુજબ વર્ષ 2018-19માં 2.7 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના એલાન થયા.

આ પણ વાંચોઃ UNSCમાં કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાનને જોરદાર ઝટકો, રશિયાએ ફરીથી નિભાવી દોસ્તીઆ પણ વાંચોઃ UNSCમાં કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાનને જોરદાર ઝટકો, રશિયાએ ફરીથી નિભાવી દોસ્તી

English summary
PM Modi Worried About Job Losses, Asks Nirmala Sitharaman For Detailed Analysis on Economic Slowdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X