For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘા રિચાર્જ પ્લાનની અસર, મંથલી રિચાર્જ કરાવી રહ્યા છે યૂઝર્સ

મોંઘા રિચાર્જ પ્લાનની અસર, મંથલી રિચાર્જ કરાવી રહ્યા છે યૂઝર્સ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોબાઈલ યૂઝર્સ પોતાના પ્લાન હવે મંથલી રિચાર્જ કરાી રહ્યા છે. ટેલીકોમ કંપનીઓના ટેરિફમાં વધારા બાદ પ્રીપેડ ગ્રાહકોએ 40 ટકા વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. એવામાં મોટાભાગના ગ્રાહકો લાબા સમયના પ્રીપેડ પ્લાન્સને બદલે મંથલી પ્લાન્સથી રિચાર્જ કરાવી રહ્યા છે. કસ્ટમર્સને સિમ પોર્ટ કરાવવામાં પણ આસાની થશે કેમ કે તેઓ કોઈપણ ઓપરેટરની સેવા લેવા માટે એક મહિનાથી વધુ સમય માટે બંધાયેલા નહિ રહે. આ કારણે જ એરટેલ અને જિયો પોતાના 12 મહિનાના રિચાર્જ પ્લાન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

બીજા દેશોની સરખામણીએ ભારતમાં હજી પણ ઓછું બિલ

બીજા દેશોની સરખામણીએ ભારતમાં હજી પણ ઓછું બિલ

જણાવી દઈએ કે મુંબઈ આધારિત એરટેલના એક ડિસ્ટ્રીબ્યૂટરે જણાવ્યું કે જે કસ્ટમર્સ 300 રૂપિયા આપી 84 દિવસ માટે મોબાઈલ રિચાર્જ કરાવતા હતા, તેઓ હવે એક મહિનાના પ્લાનથી રિચાર્જ કરાવી રહ્યા છે. કેમ કે 500 રૂપિયાથી વધુ કિંમત ચૂકવવી તેમના માટે અઘરી છે. આવી રીતે જ ગ્રાહકોને નવા ટેરિફની અસર સમજવામાં કેટલાક મહિના લાગી જશે. જણાવી દઈએ કે ફોન કંપનીઓના લૉબી ગ્રુપનું કહેવું છે કે ભારતમાં બિલ હજી પણ બીજા દેશોથી ઓછું છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ મુજબ એક દશકા પહેલા ભારતીય કસ્ટમર મોબાઈલ ફોન પર પોતાની વાર્ષિક આવકના 6 ટકા ભાગ ખર્ચ કરતો હતો. હવે આ ઘટીને એક ટકાથી પણ ઓછો થઈ ગયો છે.

આર્થિક સંકટથી બહાર આવવા કંપનીઓએ ભાવ વધાર્યા

આર્થિક સંકટથી બહાર આવવા કંપનીઓએ ભાવ વધાર્યા

જણાવી દઈએ કે વ્યાજના ભાર હેઠળ દબાયેલી ટેલીકોમ કંપનીઓએ આ મહિનાની શરૂઆતમાં ટેરિફ પ્લાન વધાર્યા હતા, જેથી કરીને તેઓ આર્થિક સંકટથી બહાર આવી શકે. અજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ વિશે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે જે ફેસલો આપ્યો હતો તે બાદ ટેલીકોમ કંપનીઓ પર 1.47 લાખ કરોડ રૂપિયાનું દેવું બની રહ્યું છે, જે તેમણે 24 જાન્યુઆરી સુધીમાં ચૂકવવાનું છે.

2016 બાદ પહેલો વધારો

2016 બાદ પહેલો વધારો

એરટેલ, વોડાફોન આઈડિયા અને જિયોએ ડિસેમ્બરના શરૂઆતમાં ટેરિફ પ્લાન વધાર્યા હતા. જાણકારી મુજબ 2016 બાદ આ પહેલીવાર વધારો થયો હતો. પ્રાઈસ માત્ર પ્રી-પેડ કસ્ટમર્સ માટે વધારવામાં આવ્યા હતા. કુલ યૂઝર્સમાં તેમનો ભાગ 90 ટકાથી વધુ છે. એસબીઆઈ કેપ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ મુજબ ત્રણ મહિનાને બદલે જો એક મહિનાનું રિચાર્જ કરાવવામાં આવે તો મોબાઈલ કોસ્ટ 40-50 ટકા મહિને વધશે. જે કંપનીઓ માટે સારું છે કેમ કે તેમને એવરેજ રેવન્યૂ પર યૂઝર વધી જશે.

જ્યારે બીજી તરફ એનાલિસ્ટ્સને ઉમ્મીદ છે કે આગામી બે ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાનો એઆરપીયૂ 107થી વધીને 143 રૂપિયા અને એરટેલનો 128 રૂપિયાથી વધીને 145-150 રૂપિયા થઈ જશે. જિયોના એઆરપીયૂ નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટર સુધી 140 રૂપિયાથી વધુ થઈ શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમનો એઆરપીયૂ 120 રૂપિાય હતો.

મોદી સરકારની નવી રોકાણ સ્કીમ, 1 લાખના રોકાણ પર થઈ જશો માલામાલમોદી સરકારની નવી રોકાણ સ્કીમ, 1 લાખના રોકાણ પર થઈ જશો માલામાલ

English summary
Mobile users are recharging monthly after the tariff hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X