મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ માટે ફાળવ્યા 25,000 કરોડ
મોદી સરકારે બીજો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે રિયલ એસ્ટેટમાં જીવ ફૂંકવા માટે 25,000 કરોડનુ ફંડ નિર્ધારિત કર્યુ છે.
મોદી સરકારે બીજો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે રિયલ એસ્ટેટમાં જીવ ફૂંકવા માટે 25,000 કરોડનુ ફંડ નિર્ધારિત કર્યુ છે. સરકારે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયાનુ ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટા રાહત પેકેજની ઘોષણા કરીને કહ્યુ કેદેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાના ફંડ આપવામાં આવશે. આનો ફાયદો 4.5 લાખ હોમ બાયર્સને મળશે.

4.5 લાખ લોકોને મળશે લાભ
મોદી સરકારે દેશભરમાં અટકી ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આનો લાભ 4.5 લાખ હોમબાયર્સને મળશે. આ ઉપરાંત સરકારે એલઆઈસી હાઉસિંગ અને એસબીઆઈ તરફથી પણ આમાં પૈસા નાખવાની વાત કહી છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે રિયલ એશ્ટેટ માટે કુલ ફંડ હાલમાં 25 હજાર કરોડ રૂપિયાનું નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે સસ્તુ અનાજ સરળ શરતો પર પૂરુ પાડવામાં આવશે. આનો લાભ અફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને મળશે.
|
મહત્વના નિર્ણયો પર મ્હોર લાગી
બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો પર મ્હોર લાગી. બેઠક બાદ નાણામંત્રીએ માહિતી આપતા કહ્યુ કે સરકાર તરફથી દિલ્લી-એનસીઆર સહિત દેશભરમાં અટકીને પડેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂરા કરવા માટે જલ્દી ફંડ પૂરુ પાડવામાં આવશે. NPA અને NCLT વાળા પ્રોજેક્ટને પણ આ ફંડમાંથી પૈસા મળશશે. આ ઉપરાંત સરકારે અટકી પડેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને સમયે પૂરા કરવાના હેતુથી ફંડ પૂરુ પાડ્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે લગભગ 1600 હાઉસિંગ પ્રોડેક્ટ્સ અધૂરા પડ્યા છે. વળી, લગભગ 4.58 લાખ હાઉસિંગ યુનિટ બંધ પડ્યા છે.
|
રોજગારી પણ વધશે
વળી,તેમણે કહ્યુ કે રેરા રજિસ્ટર્ડ અધૂરા પ્રોડેક્ટસને પણ ફંડ મળશે. રેરા રજિસ્ટર્ડ 30 ટકા પૂરા પ્રોજેક્ટને ફંડ આપવામાં આવશે. સરકારે ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિંડો બનાવવાની વાત કહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે રિયલ એસ્ટેટને ફંડ મળવાથી લોકોને માત્ર તેમનુ ઘર મળશે એટલુ જ નહિ પરંતુ રોજગાર વધારવામાં પણ મદદ મળશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
