For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓને સરકાર પાસેથી મળી શકે છે આ ભેટો

ચૂંટણી પહેલાં મહિલાઓને રાહત આપવા સરકાર વિવિધ નિર્ણયો લઈ શકે છે. જેમાં માતૃત્વ લાભ તરીકે પ્રાપ્ત થતી સંપૂર્ણ રકમને ટેક્સ મુક્ત કરવા માટેનો પ્રસ્તાવ પણ સામેલ છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પહેલાં મહિલાઓને રાહત આપવા સરકાર વિવિધ નિર્ણયો લઈ શકે છે. જેમાં માતૃત્વ લાભ તરીકે પ્રાપ્ત થતી સંપૂર્ણ રકમને ટેક્સ મુક્ત કરવા માટેનો પ્રસ્તાવ પણ સામેલ છે.

તેના સાથે સરકાર મહિલાઓ માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ પર વિશેષ રાહત આપવા અને સરકાર દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવાના પ્રસ્તાવ પર પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

આ પણ વાંચો: 40ની ઉંમરે શરૂ કરો રોકાણ, 60 વર્ષે હશો કરોડપતિ

માતૃત્વ લાભની સંપૂર્ણ રકમને ટેક્સ મુક્ત કરવા પર ધ્યાન

માતૃત્વ લાભની સંપૂર્ણ રકમને ટેક્સ મુક્ત કરવા પર ધ્યાન

સૂત્રોનું કહેવું છે કે મહિલાઓ માટે વિશેષ છૂટની વિવિધ ગતિવિધિઓ સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી રહી છે. મહિલા વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર દરેક સ્તરે મહિલા સશક્તિકરણના પગલાઓ પર ધ્યાન આપી રહી છે.

માતૃત્વ લાભો તરીકે આપવામાં આવતી સંપૂર્ણ રકમને ટેક્સ-ફ્રી કરવા ઉપરાંત ડિલિવરી અને ડિલિવરી પછી લાભ માટે ખાનગી અને જાહેર ક્ષેત્રમાં ઘણા પ્રયત્નો પર દયાન આપવામાં આવી રહ્યું છે.

મહિલા કેન્દ્રિત યોજનાઓ પર વિચારણા

મહિલા કેન્દ્રિત યોજનાઓ પર વિચારણા

જોકે, સૂત્રોનું કહેવું છે કે સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદીમાં મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવાની યોજના પર પણ સરકાર વિચારણા કરી રહી છે. જણાવી દઈએ કે આ જોગવાઈ કરી શકાય કે સરકારી ખરીદી થોડા ટકા મહિલા ઉદ્યમીઓ દ્વારા જ કરવામાં આવે.

જેમાંથી તે ઉદ્યોગને સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત થશે. જો સૂત્રોનું માનીએ તો સરકાર જેન્ડર બજેટિંગને પણ તમામ રાજ્યોમાં અનિવાર્ય બનાવવામાં આવે. જેનાથી મહિલા કેન્દ્રિત યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.

કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યા 50 ટકા સુધીનું લક્ષ્ય

કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યા 50 ટકા સુધીનું લક્ષ્ય

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિષ્ણાતોનું કહેવું છે કે 2030 સુધીમાં સરકાર દેશના કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યા 50 ટકા સુધી કરવાના લક્ષ્ય સાથે મહિલાઓને વિશેષ છૂટછાટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમકે આપણે જાણીએ છીએ સરકારે ગયા વર્ષે આ માતૃત્વ અવકાશની અવધિ વધારી રજા 26 અઠવાડિયા આપવાનો પ્રસ્તાવ મંજુર કરતા આ સંદર્ભમાં બિલ પસાર કર્યું હતું. સરકાર કહે છે કે મહિલાઓ માટે ટેક્સ મુક્તિ મર્યાદા વધારવાની અનેક દરખાસ્તો સરકારની સામે છે.

English summary
Modi Government Can Give These Benefits To Women Before Election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X