RBIએ આપેલા 1.76 લાખ કરોડના ફંડનું શું કરશે મોદી સરકાર?
અર્થ વય્વસ્થા સુધારવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરેલી કેટલીક જાહેરાતો બાદ હવે RBIએ પણ સરકાર માટે ખજાનો ખોલ્યો છે.
અર્થ વ્યવસ્થા પર છવાયેલી મંદી વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને રાહત આપી છે. અર્થ વય્વસ્થા સુધારવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરેલી કેટલીક જાહેરાતો બાદ હવે RBIએ પણ સરકાર માટે ખજાનો ખોલ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સોમવારે કેન્દ્ર સરકારને લાભાંશ અને સરપ્લસ ફંડની મદદતી રેકોર્ડ 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. આર્થિક મંદી સામે ઝઝૂમી રહેલી મોદી સરકાર માટે આ મોટી રાહત છે. મનાઈ રહ્યું છે કે રિઝર્વ બેન્કના આ ફંડથી સરકારને જરૂરી યોજનાઓ આગળ વધારવામાં મદદ મળશે. સરકાર આ ફંડ દ્વારા અર્થ વ્યવસ્થાને જીવતી કરવા મોટા નિર્ણય લઈ શકે છે. ચાલો જાઈએ રિઝર્વ બેન્કને મળેલા 1.76 લાખ કરોડના ફંડનું મોદી સરકાર શું કરશે?

સરકાર લઈ શકે છે આ મોટા નિર્મય
મનાઈ રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્કે આપેલા ફંડની મોટી રકમનો ઉપયોગ સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કરી શકે છે. હાલના સમયમાં બેન્કો પણ માળખાગત યોજનાઓને લોન આપવાથી અચકાઈ રહ્યા છે. સરકાર તરફથી મોટું ફંડ મળ્યા બાદ આવી યોજનાઓને લોન મળવી સહેલી થશે. રિઝર્વ બેન્કે આપેલા ફંડનો ઉપયોગ સરકાર નેશનલ હાઉસિંગ બેન્ક, સિડબી અને નાબાર્ડ જેવી એજન્સીઓની મૂડી વધારવામાં કરી શકે છે. સાથે જ સરકાર મૂડીગત ખર્ચા પણ કરી શકે છે.

રાજકીય ખાધના મોરચે સરકારને મોટી રાહત
ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દર્ સરકારને અપાયેલી આ રકમ સરકારને રાજકીય ખાધ મોરચે મોટી રાહત આપી શકે છે. રિઝર્વ બેન્કના ફંડને કારણે 65 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુ બિન કર રાજસ્વથી કેટલીક હદ સુધી ટેક્સમાં થયેલા ઘટાડાને સંભાળી શકે છે. GST ફંડ પર પણ ખૂબ અનિશ્ચિતિતા છે. એટલે રિઝર્વ બેન્કું ફંડ રાજ્ય સરકારના મહેસૂલને વધારો આપી શકે છે અને નાણાકીય ખાધના લક્ષ્યને પૂરો કરવામાં મદદ કરી શકે છે. સરકારે હાલના નાણાકીય વર્ષ માટે 3.3 ટકાના ફિસ્ક ડેફિસિટ ટાર્ગેટ ફિક્સ કર્યો હતો, જેણે 2019-20ના યુનિયન બજેટમાં રિવાઈઝ કરીને 3.4 કર્યો

RBI સરકારને આપશે 1.76 લાખ કરોડ
ભારતીય રિઝર્વ બેન્કે બિમલ જાલાનની અધ્યક્ષતા વાળી કમિટીની ભલામણોના આધારે 1,76,051 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી 1,23,414 કરોડ રૂપિયાની સરપ્લસ રકમ 2018-19 માટે હશે. આ ઉપારંત સંશોધિત આર્થિક મૂડી માળખા પ્રમામે વધારાની જોગવાઈ અંતર્ગત 52,637 કરોડ રૂપિયા આપવામાં આવશે. વધારાની જોગવાઈની આ રકમ રિઝર્વ બેન્કે આર્થિક મૂડી અંતર્ગત સંશોધિત નિયમો આધારે કાઢી છે.

બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણો પર નિર્ણય
રિઝર્વ બેન્કે પોતાના રોકાણ અને નોટો-સિક્કા છાપવા પર થતા નફાના આધારે દર વર્ષે સરકારને લાભાંશ ચૂકવવાનો હોય છે. આ વખતે ભારતીય રિઝર્વ બેન્ક તરફતી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયાના હસ્તાંતરણનો નિર્ણય કર્યો હતો. RBI તરફથી સરપ્લસ ટ્રાન્ફરથી કેન્દ્ર સરકારને સાર્વજનિક દેવું ચૂકવવામાં અને બેન્કોને ફંડ આપવામાં મદદ થશે. આ વર્ષે રિઝર્વ બેન્કેને અપાયેલો લાભાંશ છેલ્લા રેકોર્ડ 65,896 કરોડ રૂપિયાની સરખામણીમાં બમણું છે.

રિઝર્વ બેન્કના નિર્ણય પર રાહુલ ગાંધીનો પલટવાર
જો કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જ્યારે કેન્દ્ર સરકાનરે 1.76 લાખ કરોડ રૂપિયા મદદ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું,'વડાપ્રધાન અને નાણા પ્રધાનને નથી સમજાઈ રહ્યું કે દેશની કથળી રહેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે પાટા પર લાવવામાં આવે. રિઝર્વ બેન્કમાંથી કરેલી ચોરી કામ નહીં લાગે. આ ચોરી એવી છે, જ્યારે કોઈ મેડિકલ સ્ટોરમાંથી બેન્ડએડ લઈને બંધૂકથી લાગેલી ગોળીના ઘા પર મારવામાં આવે.'
આ પણ વાંચો: મોંઘુ થતા જ સોનાના વેચાણમાં ઘટાડો થયો, રિસાયક્લિંગ વધ્યું
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
