For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સપેયર્સને નવા વર્ષની ભેટ, ઈનકમ ટેક્સ સ્લેબમાં મોદી સરકાર મોટો બદલાવ કરી શકે

ટેક્સપેયર્સને નવા વર્ષની ભેટ, ઈનકમ ટેક્સ સ્લેબમાં મોદી સરકાર મોટો બદલાવ કરી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાના આગામી બજેટમાં ટેક્સ પેયર્સને મોટી રાહત આપી શકે છે. સરકાર ઈનકમ ટેક્સમાં મોટો બદલાવ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર સરકાર કંજપ્શન વધારવા અને આર્થિક ગ્રોથને ફરીથી પાટા પર લાવવા માટે ઈનકમ ટેક્સના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર એક ફ્લેટ ટેક્સ રેટ રાખવા, વધુ આવકવાળા માટે નવો સ્લેબ બનાવવાની સાથોસાથ કોર્પોરેટ ટેક્સમાં રાહત, ઈનકમ ટેક્સમાં કટૌતીના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.

nirmala sitharaman

જણાવી દઈએ કે ડાયરેક્ટર ટેક્સની સમીક્ષા કરવા માટે બનાવવામાં આવેલ કમિટી ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવની સલાહ આપી છે. સમીક્ષા સમિતિએ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકો માટે 10 ટકા પર્સનલ ઈનકમ ટેક્સ રેટ રાખવાની સલાહ આપી છે. જ્યારે 10 લાખથી 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળા લોકો માટે 20 ટકા ઈનકમ ટેક્સ અને 20 લાખથી 2 કરોડ રૂપિયાના વાર્ષિક ઈનકમ વાળા લોકો પર 30 ટકા ઈનકમ ટેક્સ રાખવાની સલાહ આપી રહી છે. જ્યારે 2 કરોડથી વધુ આવકવાળા લોકોને 35 ટકા ટેક્સ આપવાની સલાહ આપી છે.

આ બિઝનેસ છે સાવ સહેલો, થશે લાખોની કમાણીઆ બિઝનેસ છે સાવ સહેલો, થશે લાખોની કમાણી

જણાવી દઈએ કે હાલના સમયમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી છે, જ્યારે 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 5થી 10 લાખ રૂપિયા વાર્ષિક આવક પર 20 ટકા અને 10 લાખથી વધુ આવક પર 30 ટકાના રેટથી ટેક્સ લગાવવામાં આવે છે.

Year Ender 2019: આ વર્ષે અનિલ અંબાણી જુથની 5 કંપનીઓ સૌથી વધુ ખોટમાં રહી!Year Ender 2019: આ વર્ષે અનિલ અંબાણી જુથની 5 કંપનીઓ સૌથી વધુ ખોટમાં રહી!

લાંબા સમયથી ટેક્સ સ્લેબમાં બદલાવ કરાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સરકાર કંજપ્શન વધારવા માટે વિકલ્પો પર વિચાર કરી રહી છે. આના માટે એ પણ જોવું પડશે કે બેનિફિટ્સ અને સરકારી ખજાના પર આવવો ભાર સંતુલિત રહે છે. ઉલ્લેખનીય છે કે સરકારે હાલમાં જ કારોબારીઓની રાહત આપી. મોદી સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડી તેમને રાહત આપી.

મોંઘા રિચાર્જ પ્લાનની અસર, મંથલી રિચાર્જ કરાવી રહ્યા છે યૂઝર્સમોંઘા રિચાર્જ પ્લાનની અસર, મંથલી રિચાર્જ કરાવી રહ્યા છે યૂઝર્સ

English summary
The finance ministry is expected to announce a slew of measures in the forthcoming Union Budget 2020-21 to boost consumption and revive growth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X