For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર અંગે લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, જાણવું જરૂરી છે

મોદી કેબિનેટ દ્વારા યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે આધાર વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નાગરિકને આધાર આપવા માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં.

|
Google Oneindia Gujarati News

મોદી કેબિનેટ દ્વારા યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે આધાર વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નાગરિકને આધાર આપવા માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં. મોદી કેબિનેટએ એક મોટો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે દેશમાં કોઈપણ વ્યક્તિને આધાર કાર્ડ નંબર આપવાની ના પાડી શકાય છે. સરકારે આધાર કાર્ડ વિશે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડને ફરજિયાત કરી શકાશે નહિ.

આ પણ વાંચો: મોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે

આધાર અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય

આધાર અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય

મોદી સરકારે આધાર કાર્ડ અંગેનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે આધાર કાર્ડ નંબર માટે કોઈને પણ ફરજ પાડવામાં આવી શકશે નહીં. કેબિનેટ દ્વારા આધાર અને અન્ય કાયદો (સુધારો) બિલ 2019 મંજૂર કરવામાં આવ્યો છે. આ કાયદાની અંતર્ગત કાયદાકીય સંમતિ સિવાય અન્ય કોઈપણ બાબતમાં આધાર આપવું ફરજિયાત નથી. એટલે, હવે તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ આધાર નંબર આપવા માટે દબાણ કરી શકશે નહિ.

બેંક એકાઉન્ટ્સ અને મોબાઇલ કનેક્શન માટે આધાર ફરજિયાત નથી

બેંક એકાઉન્ટ્સ અને મોબાઇલ કનેક્શન માટે આધાર ફરજિયાત નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ, કેન્દ્રીય કેબિનેટે આધાર અને અન્ય કાયદામાં ફેરફારોને મંજૂરી આપી હતી. સંસદના આગામી સત્રમાં આ ખરડો રજૂ કરવામાં આવશે. આ ખરડાથી નિયામક UIDAI ને લોકોના હિતમાં નિર્ણયો લેવામાં અને આધારના દુરૂપયોગને રોકવા માટે મદદ મળશે. હવે બેંક ખાતું ખોલાવવા માટે આધાર બતાવવું જરૂરી રહેશે નહીં. સાથે સાથે, મોબાઇલ સિમ માટે આધાર આપવાનું ફરજિયાત રહેશે નહિ. લોકો 12-અંકના આધારની જગ્યાએ તેમની ઓળખાણને વર્ચ્યુઅલ આઇડેન્ટિટીથી પણ સાબિત કરી શકશે.

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ મંજૂર

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ મંજૂર

મોદી કેબિનેટે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ, 2019 ને પણ મંજુરી આપી. આ બિલ હેઠળ, સરહદ વિસ્તારોમાં રહેતા નાગરિકોની નોકરી માટે સીધી ભરતી, પ્રમોશન અને કોઈપણ કોર્સમાં પ્રવેશ માટે આરક્ષણ મેળવી શકશે. તેની સાથે જ મોદી કેબિનેટ દ્વારા ઘાટીમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

English summary
Modi Sarkar Big decision on aadhaar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X