For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનો મેગા પ્લાન, રસ્તાઓ પરથી 2.8 કરોડ વાહનો દૂર કરવામાં આવશે

મોદી સરકારે રસ્તાઓ પરથી ગાડીઓ હટાવા માટે મહાઅભિયાન ચાલુ કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર રસ્તાઓ પરથી કબાડ દૂર કરવાની દિશામાં એક મોટું પગલું લેવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે રસ્તાઓ પરથી ગાડીઓ હટાવા માટે મહાઅભિયાન ચાલુ કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર રસ્તાઓ પરથી કબાડ દૂર કરવાની દિશામાં એક મોટું પગલું લેવા જઈ રહી છે. સરકારની તૈયારી છે કે 1 એપ્રિલ, 2020 સુધીમાં રસ્તાઓ પરથી 2.8 કરોડ વાહનો દૂર કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: આધાર અંગે લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, જાણવું જરૂરી છે

સડકો પરથી હટાવામાં આવશે ગાડીઓ

સડકો પરથી હટાવામાં આવશે ગાડીઓ

કેન્દ્રીય સરકાર કબાડ નીતિ તરફ મોટું પગલું લેવા જઈ રહી છે. 1 એપ્રિલ 2020 થી, સરકાર રસ્તાઓ પરથી જૂની ગાડીઓને દૂર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર 20 વર્ષ કે તેથી વધુના જૂના કમર્શિયલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. માહિતી અનુસાર, આ નિયમ હેઠળ રસ્તાઓ પરથી 2.8 કરોડ વાહનો દૂર કરવામાં આવશે.

પ્રદુષણ પર નિયંત્રણ

પ્રદુષણ પર નિયંત્રણ

સરકાર વધતા જતા પ્રદૂષણને અંકુશમાં લેવા માટે આ પગલું લેવાની તૈયારી કરી રહી છે. આ પગલાંથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં 22% વધારો થવાની ધારણા છે. રસ્તાઓ પરથી 20 વર્ષ અને તેનાથી વધુ જૂની ગાડીઓને દૂર કરવાની યોજના પર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે કે નાણાં મંત્રાલય અને વડા પ્રધાનના કાર્યાલયએ વાહન કબાડ નીતિ માટે કેટલાક જરૂરી સૂચનો મોકલ્યા છે. આ નીતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

કયા કયા વાહનો સમાવવામાં આવશે

કયા કયા વાહનો સમાવવામાં આવશે

વાહન કબાડ નીતિ હેઠળ, સરકાર રસ્તાઓ પરથી જૂના કોમર્શિયલ વાહનોને દૂર કરવા તૈયારી કરી રહી છે. જેના હેઠળ રસ્તાઓ પરથી જૂની ગાડીઓ હટાવામાં આવશે. તો બીજી બાજુ જૂની ગાડીઓને બદલી નવી ગાડીઓ લેવા પર કોમર્શિયલ વાહન ચાલકોને પણ ફાયદો થશે. નિયમ હેઠળ, 15 વર્ષોથી વધુ જૂના કોમર્શિયલ વાહન જેની કિંમત ઓછામાં ઓછી15 લાખ રૂપિયા સુધી છે, તો તેને બદલવા પર 5 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે.

English summary
Modi Sarkar mega plan, 2.8 crore vehicles will be removed from roads
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X