For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: કાલે મોદી સરકારનું છેલ્લું કેન્દ્રીય બજેટ રજૂ થશે, લોકોને છે મોટી અપેક્ષા

Budget 2019: કાલે મોદી સરકારનું અંતિમ કેન્દ્રીય બજેટ રજૂ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર કાલે પોતાનું છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કરશે. કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલ શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કરશે. અરુણ જેટલી ઈલાજ માટે અમેરિકા ગયા હોય તેમની જગ્યાએ પીયૂષ ગોયલને નાણાં મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ગત અઠવાડિયે જ આ જવાબદારી આપવામાં આવી હતી. બુધવારે સાંજ સુધી સ્પષ્ટ નહોતું કે અરુણ જેટલી બજેટ રજૂ કરશે કે પછી પિયૂષ ગોયલ, કેમ કે થોડા દિવસો પહેલા રિપોર્ટ આવ્યો હતો કે જેટલીનું સ્વાસ્થ્યમાં સુધારો થઈ ગયો છે અને તેઓ જલદી જ ભારત પરત ફરશે.

interim budget

સુત્રો મુજબ બજેટમાં નાણાકીય વર્ષ માટે સંભવિત આવક-ખર્ચનું અનુમાન રજૂ કરવામાં આવશે, પરંતુ શરૂઆતના કેટલાક મિનામાં ખર્ચ માટે મંજૂરી માંગવામાં આશે, જેમ કે વચગાળાના બજેટમાં થાય છે. સરકાર હાલ આર્થિક સર્વેક્ષણ રજૂ નિં કરે. લોકસભા ચૂંટણી બાદ જે સરકાર આવશે, તે જુલાઈમાં આર્થિક સર્વેક્ષણ અને પૂરણ બજેટ રજૂ કરશે.

અટકળો હતી કે આ વખતે મોદી સરકાર 70 વર્ષ જૂની પરંપરા બદલીને પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. બુધવારે નાણા મંત્રાલયના મેસેજથી પણ ભ્રમની સ્થિતિ બની ગઈ હતી. મેસેજમાં કહેવામાં આ્યું હતું કે 2019-20ના બજેટને વચગાળાનું નહી બલકે જનરલ બજેટ સમજવામાં આવે. જો કે બાદમાં નાણા મંત્રાલયે સ્પષ્ટતા આપી કે આ વચગાળાનું જ બજેટ હશે. ત્યારે પૂર્ણ બજેટ રજૂ કરવાની અટકળોને કારણે વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે તે સંસદની અંદર અને બહાર તેનો વિરોધ કરશે.

મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે અને લોકસભા ચૂંટણી પણ નજીક છે ત્યારે મોદી સરકાર તરફથી આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી ગિફ્ટ મળે તેવી અટકળો સેવાઈ રહી છે. બેંકિંગ સેક્ટરને મજબૂત કરવા માટે આ બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે કેમ કે સરકારનું માનવું છે કે હવે દેશને આર્થિક પાયે મજબૂત કરવા માટે બેંકોને વધુ સપોર્ટ કરવો જોઈએ. ત્યારે બેંકિંગ સેક્ટર માટે આ બજેટમાં સરકાર કોઈ મોટી જાહેરાત કરી શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી પોતાના અંતિમ બજેટમાં બજેટમાં ખેડૂતો માટે રોકડ હસ્તાંતરણ યોજના લાવી શકે છે. ઉપરાંત બેંકિંગ સેક્ટર સિવાય નાના વેપારીઓ અને ટેક્સ પેયર્સ માટે પણ કોઈ ગિફ્ટ લાવી શકે છે.

આ પણ વાંચો- બજેટ 2019: ચૂંટણી પહેલા પીએમ મોદી પાસે મતદારોને લલચાવવાનો મોકો, થઈ શકે છે આ ઘોષણાઓ

English summary
modi sarkar will present their last interim budget on 1st February
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X