આનંદો! આ બેંકોએ યથાવત રાખી છે એટીએમમાં છૂટ

નવી દિલ્હી, 2 નવેમ્બર: રિઝર્વ બેંકે બેંકોને મહાનગરોમાં પોતાના એટીએમથી મફત લેનદેનની મર્યાદાને પાંચ સુધી સીમિત કરવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ હજી સુધી બેંક પોતાના એટીએમ મશીન પર આ સીમાને લાગુ નથી કરી શકી.

આ સીમા હેઠળ ગ્રાહકનું જે બેંકમાં ખાતું છે, તે એ બેંકના એટીએમમાંથી માસિક આધાર પર પાંચ વાર જ લેનદેન કરી શકશે. પ્રમુખ બેંકો ભારતીય સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એક્સિસ બેંકે હજી સુધી મફત લેનદેનની મર્યાદા નિર્ધારિત કરવા અંગે કોઇ જાહેરાત કરી નથી.

atm
સાર્વજનિક ક્ષેત્રના એક બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, બેંક એટીએમથી ફ્રી લેનદેનની સીમાને લાગૂ કરવાથી કતરાઇ રહ્યા છે. તેમનું માનવું છે કે આનાથી બેંક શાખાઓમાં ભીડમાં વધારો થશે. અધિકારીએ જણાવ્યું કે પૈસા નિકાળવા અથવા કોઇ અન્ય ગૈર-નાણાકીય ઉદ્દેશ્યથી ગ્રાહકના બેંક શાખામાં આવવા પર લાગતમાં વધારો થશે, જે 20 રૂપિયાથી ઘણી વધારે થશે.

ખાનગી ક્ષેત્રની બેંકના એક અધિકારીએ જણાવ્યું કે કેટલીક બેંક એવા વિકલ્પ પર વિચાર કરી રહી છે જેનાથી જે ગ્રાહકોને વધારે મફત લેનદેનની સુવિધા આપી શકે.

રિઝર્વ બેંકના સર્ક્યુલર અનુસાર એક નવેમ્બરથી બેંક મહીનામાં એટીએમથી પાંચથી વધારે વખત ટ્રાંજેક્શન પર પ્રત્યેક વાર 20 રૂપિયા વસૂલી શકે છે. પરંતુ આની સાથે જ બેંકોને એ છૂટ છે કે જો તેઓ ઇચ્છે તો ગ્રાહકોને વધારે મફત લેનદેનની સુવિધા આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X