મુકેશ અંબાણી બન્યા દુનિયાના 11માં સૌથી વધુ ધનિક વ્યક્તિ, અહીં જાણો કેટલી સંપત્તિના છે માલિક
Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 11માં સૌથી વધુ અમીર ઉદ્યોગપતિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ $96.4 બિલિયન સુધી પહોંચી ગઈ છે. 11 ઓગસ્ટે બહાર પડેલા બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી હવે દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
અગાઉ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જાન્યુઆરી મહિનામાં મુકેશ અંબાણીને પાછળ છોડીને દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. પરંતુ જે રીતે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યો, તેના પછી અદાણીને મોટો ફટકો પડ્યો અને તેમની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો.

ભારતીય શેરબજાર જે રીતે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યું છે તેનાથી મુકેશ અંબાણીને ઘણો ફાયદો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ લગભગ 7.3 ટકા વધ્યો છે. બીજી તરફ દેશના ટોચના 15 અબજોપતિઓની વાત કરીએ તો માત્ર અદાણી અને રાધાકૃષ્ણન દામાણીની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.
1 જાન્યુઆરીથી અંબાણીની સંપત્તિમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના ડિમર્જર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિમાં વધુ વધારો થઈ શકે છે. હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવે તે પહેલા ગૌતમ અદાણીએ જેફ બેઝોસને પાછળ છોડી દીધા હતા. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિમાં $57 બિલિયનનો ઘટાડો થયો હતો.












Click it and Unblock the Notifications
