મુકેશ અંબાણી સતત છઠ્ઠા વર્ષે બન્યા સૌથી ધનિક ભારતીય

mukesh-ambani
ન્યૂયોર્ક, 5 માર્ચ: મુકેશ અંબાણીએ સતત છઠ્ઠા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવાનો ખિતાબ જાળવી રાખ્યો છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 21.5 અરબ ડોલર છે. તે સતત છઠ્ઠા વર્ષે સૌથી ધનિક ભારતીય બન્યા છે. તે મેક્સિકોના ઉદ્યોગપતિ કાલરેસ સ્લિમ સતત ચોથી વાર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ મેગેજીન દ્રારા રજૂ કરવામાં આવેલી દુનિયાની અરબપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 22મા સ્થાન પર છે, જ્યારે બીજા નંબરના સૌથી ધનિક ભારતીય લક્ષ્મી નિવાસ મિત્તલ 16.5 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે વૈશ્વિક યાદીમાં 41મા સ્થાન પર છે.

તો બીજી તરફ સ્લિમ 73 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે અવલ્લ સ્થાન પર છે, જ્યારે 67 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને, સ્પેનના અમૈનસિયો ઓર્તેગો 57 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે ત્રીજા સ્થાન પર, વોરેન બફેટ 53.5 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે ચોથા સ્થાન પર અને લૈરી એલિસન 43 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે પાંચમા સ્થાન પર છે. ફોર્બ્સની વૈશ્વિક યાદીમાં 1,426 અરબપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં 55 અરબપતિ ભારતીય છે.

ભારતીય અરબપતિઓમાં મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ ઉપરાંત અજીમ પ્રેમજી, દિલીપ સંઘાણી, શશિ રવિ રૂઇયા, કુમારમંગલમ બિરલા, સાવિત્રી જિંદલ, સુનિલ મિત્તલ, શિવ નાડાર, કેપી સિંહ અને અનિલ અંબાણીનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તર અનિલ અંબાણી 5.2 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે 233મા સ્થાન પર છે. જ્યારે ટોચના 100 લોકોમાં ફક્ત ત્રણ ભારતીયનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ અને અજીમ પ્રેમજી (91 મા સ્થાન પર) છે.

ફોર્બ્સે મુકેશ અંબાણી વિશે લખ્યું છે કે ગત એક વર્ષમાં તેમની સંપત્તિ એક ડોલર ઘટી છે, પરંતુ તેમછતાં તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તો બીજી તેમના નાના ભાઇ મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2.6 ડોલરનો ઘટાડો થયો છે અને તેમની કુલ સંપત્તિમાં ત્રણ વર્ષથી ઘટાડો થઇ રહ્યો છે. ફોર્બ્સે કહ્યું હતું કે વૈશ્વિક સ્તર પર દુનિયાભરમાં અરબપતિઓની સંખ્યા વધીને 1,426 પર પહોંચી ગઇ છે જેમની કુલ સંપત્તિ 5,400 અરબ ડોલર છે જે એક વર્ષ પહેલાં 4,600 અરબ ડોલર હતી.

વૈશ્વિક યાદીમાં 442 અરબપતિઓની સાથે અમેરિકા ટોચ પર છે, જ્યારે એશિયા પ્રશાંત વિસ્તારમાંથી 386 અરબપતિ, યુરોપમાંથી 366 અરબપતિ અને પશ્વિમ એશિયા અને આફ્રિકામાંથી 103 અરબપતિ છે.

અરબપતિની યાદીમાં અન્ય ભારતીયોમાં ઉદય કોટક, મિકી જગતિયાની, સાઇરસ પૂનાવાલા, આદિ ગોદરેજ, જમશેદ ગોદરેજ, અનિલ અગ્રવાલ, કલાનિધિ મારન, ગૌતમ અદાણી, મલવિંદર અને શિવિંદર સિંગ, સુભાષ ચંદ્રા અને દેશબંધુ ગુપ્તાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બીએલ મુંજાલ, રાહુલ બજાજ, રાજન રહેજા, હબીલ ખોરાકીવાલા, એનઆર નારાયણમૂર્તિ, કે, અંજી રેડ્ડી, એમએ યૂસૂફ અલી, વિકાસ ઓબેરોય, એસ ગોપાલકૃષ્ણન, મુરલી ડીવી, નંદન નિલેકણિ, રંજન પઇ, વેણુગોપાલ ધૂત, રાકેશ ઝૂનઝૂનવાલા, યૂસૂફ હામિદ, બાબા કલ્યાણી, જીએમ રાવનો આ યાદીમાં ઉલ્લેખ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X