સતત 11મા વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય, પતંજલિના બાલકૃષ્ણની આવક ઘટી
સતત 11મા વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય, પતંજલિના બાલકૃષ્ણની આવક ઘટી
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતના સૌથી અમીર 100 લોકોની યાદીમાં ફરી પહેલું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સ મુજબ 47.3 અબજ ડોલર (3,48,956 કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ છે. કુલ મળીને દેશના સૌથી અમીર લોકોના વિકાસ માટે આ વર્ષ બહુ ધીમું રહ્યું છે. 100 સૌથી ધનિક વ્યક્તિઓની સંયુક્ત નેટ વર્થ 2017માં 479 બિલિયન ડોલર હતી જે વધીને 492 અબજ ડોલર થઈ ગઈ છે. આ તમામ વ્યક્તિઓની નેટ વર્થમાં 2.7 ટકાનો વધારો થયો છે.

એક વર્ષમાં 9.3 અબજ ડૉલરનો વધારો
મુકેશ અંબાણીએ એક વર્ષમાં પોતાની સંપત્તિમાં 9.3 અબજ ડોલર એટલે કે 68,610 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ફોર્બ્સ તરફથી જાહેર કરેલી આ યાદી મુજબ વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી સૌથી અમીર ભારતીયોની સૂચીમાં બીજા સ્થાન પર છે. અજીમ પ્રેમજીની સંપત્તિમાં એક જ વર્ષમાં 2 અબજ ડોલર એટલે કે 14,755 કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલ તેમની સંપત્તિ 1,54,927 કરોડ રૂપિયા છે.

ત્રીજા સ્થાન પર છે મિત્તલ
સ્ટીલ સેગમેન્ટ લક્ષ્મી મિત્તલ પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ છલાંગ લગાવીને એક ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. વર્ષ 2017માં એમની સંપત્તિ 16.5 બિલિયન ડોલરથી વધીને 18.3 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. ચોથા નંબર પર હિંદુજા બ્રધર્સનું નામ છે જેમની સંપત્તિ 18 અબજ ડોલર જણાવવામાં આવી છે. જ્યારે પલોનજી મિસ્ત્રી 15.7 અબજ ડોલરની સાથે આ યાદીમાં પાંચમા સ્થાન પર છે.

પતંજલિના બાલકૃષ્ણની આવક ઘટી
પતંજલિ આયુર્વેદના સહ-સંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણના રેંકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે ફોર્બ્સની સૂચીમાં એમને 25મું સ્થાન મળ્યું છે. આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિ 4.7 અબજ ડોલરની થઈ ગઈ છે, જે 2017માં 6.55 અબજ ડોલરની હતી. પતંજલિના સામાનનું વેચાણ ઘટી ગયું છે. જેના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
