21 જુલાઇએ મુકેશ અંબાણી કરશે મોટો ધમાકો, જાણો શું?

Posted By:
Subscribe to Oneindia News

મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોને બજારમાં લોન્ચ કરીને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ભૂકંપ લાવી ચૂક્યા છે. પણ ફરી એક વાર કંઇક આવું જ ધમાકેદાર તે કરશે 21 જુલાઇના રોજ. આ વખતે તે એજીએમ (એનુઅલ જનરલ મીંટીગ) દ્વારા આ ધમાકો કરે તેવી સંભાવનાઓ પ્રબળ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે જીયો તેનો સસ્તો ફિચર ફોન લાવી રહ્યું છે. ત્યારે 21મી જુલાઇના રોજ જ આ ફોન બજારમાં લોન્ચ થાય જાણકારી મળી છે. અને મીટિંગ સાથે મુકેશ અંબાણી ફોનની લોન્ચિંગ પણ કરી શકે છે. તો શું ખાસ આ મોબાઇલમાં જાણો અહીં...

500 રૂપિયામાં ફોન

500 રૂપિયામાં ફોન

બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ રિલાયન્સ જીયો માટે આ સૌથી સસ્તો ફોન ફોક્સકોન બનાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઇકોનોમિક ટાઇમ્સ તેવો દાવા કરી રહ્યું છે કે આ ફોન ઇંટેક્સ બનાવી રહી છે. વળી જાણવામાં તે પણ આવ્યું છે કે આ ફોનની કિંમત 500 રૂપિયા સુધીની હોઇ શકે છે. અને તે આજના સમયનો સૌથી સસ્તો 4જી ફોન હશે. વળી મોટા ભાગના જાણકારોનું માનવું છે કે આ ફોનની કિંમત 1500 રૂપિયાથી તો ઓછી જ હશે.

2 મેગાપિક્સલ કેમેરા

2 મેગાપિક્સલ કેમેરા

વધુમાં રિલાયન્સ જીયો જે રીતે 4જી સિમ લાવ્યા પહેલા લગભગ 6 મહિના સુધી પોતાના ગ્રાહકોને મફત સેવાઓ આવી અને વધુમાં ઘન ઘના ઘન ઓફર અને સમર સરપ્રાઇઝ ઓફર દ્વારા પોતાના ગ્રાહકોને બાંધી રાખ્યા તે રીતે જ 4જી સ્માર્ટફોનમાં પણ ગ્રાહકોની સંખ્યા વધારવા માટે તેણે આ ફોનમાં કેટલીક ખાસ સેવાઓ પણ લાવી રહ્યું છે તેમ મનાય છે. આ ફોનમાં 2 મેગા પિક્સલ કેમેરા અને ટોર્ચ જેવી સુવિધાઓ આપવાની વાત કહેવામાં આવી છે.

ખાલી જીયોનું સીમ ચાલશે!

ખાલી જીયોનું સીમ ચાલશે!

તેના ફ્રંટ કેમેરા વીજીએ હશે. અને ફોનની ખાસ વાત એ છે કે તેમાં વાઇફાઇ ટેથરિંગની સુવિધા પણ હશે. જો કે આ ફોનનું માઇન્સ પોઇન્ટ કહેવું હોય એ છે કે તે ખાલી રિલાયન્સ 4જીને જ સપોર્ટ કરશે. તો જો તમારી જોડે રિલાયન્સ જીયોનું સીમ હશે તો આ સસ્તો ફોન તમારા માટે ફાયદાકારક રહેશે.

8 જીબી મેમરી

8 જીબી મેમરી

વળી તેમાં 8 જીબી મેમરી રહેશે. વળી તે ફીચર ફોન હોવાથી એન્ડ્રોઇડ નહીં હોય તેમ મનાય છે. સાથે જ ફોનમાં 1800mAh બેટરી હશે. વળી આ ફોનથી તમે સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો પણ ઉપયોગ કરી શકશો.

English summary
Mukesh Ambani may announce its 4G feature phone on 21 July AGM.
Please Wait while comments are loading...