ટોપ 10 અમીરોની યાદીમાં મુકેશ અંબાણીની વાપસી, જાણો ક્યાં છે ગૌતમ અદાણી?

વિશ્વના ટોચના 10 અબજપતિઓની યાદીમાં ભારતીયોનો ફરી દબદબો રહ્યો છે. ફરી એકવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ અબજોપતિઓની ટોપ 10 યાદીમાં જોરદાર વાપસી કરી છે.

નવી દિલ્હી : વિશ્વના ટોચના 10 અબજપતિઓની યાદીમાં ભારતીયોનો ફરી દબદબો રહ્યો છે. ફરી એકવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ અબજોપતિઓની ટોપ 10 યાદીમાં જોરદાર વાપસી કરી છે. ફોર્બ્સના ટોપ 10 બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની યાદી અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ જોરદાર વાપસી કરી છે અને નવમું સ્થાન મેળવ્યું છે.

જ્યારે એશિયાના સૌથી મોટા અમીર અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી આ યાદીમાં ચોથા નંબરે યથાવત છે. તાજેતરમાં, તેણે વિશ્વના ટોચના 10 અબજોપતિઓની યાદીમાં માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સને પાછળ છોડીને ચોથું સ્થાન મેળવ્યું છે.

મુકેશ અંબાણીની જોરદાર વાપસી

મુકેશ અંબાણીની જોરદાર વાપસી

વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં ભારતના બે અબજોપતિઓ શામેલ થયા છે. મુકેશ અંબાણીએ જોરદાર વાપસી કરીને આ યાદીમાંનવમું સ્થાન મેળવ્યું છે.

તેમણે ગૂગલના કો-ફાઉન્ડર અને બોર્ડ મેમ્બર સર્ગેઈ બ્રિનને પાછળ છોડીને આ રેન્ક હાંસલ કર્યો છે. ફોર્બ્સબિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ 90.7 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.

રિલાયન્સ માટે બમ્પર નફો

રિલાયન્સ માટે બમ્પર નફો

શુક્રવારના રોજ રિલાયન્સ જિયો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલના નફાની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોએ નાણાકીયવર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં બમ્પર નફો મેળવ્યો છે.

Jio Infocomm દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કંપનીએ2022-23 ના પહેલા ક્વાર્ટરમાં 4335 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

જો આપણે ટકાવારીમાં ચોખ્ખા નફા પર નજર કરીએ તો એપ્રિલ-જૂનક્વાર્ટરમાં કંપનીએ 24 ટકાનો નફો કર્યો છે. કંપનીએ 4.7 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે અને કંપની નંબર 1નું સ્થાન જાળવી રાખવાની યાત્રાપર છે.

ચોથા નંબરે ગૌતમ અદાણી

ચોથા નંબરે ગૌતમ અદાણી

અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં મજબૂત સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણીની સંપત્તિ હવે વધીને115.8 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરે છે.

ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીવચ્ચે સંપત્તિનું અંતર વધી રહ્યું છે. અંબાણીની સંપત્તિ લગભગ 90.7 બિલિયન ડોલર છે, જ્યારે અદાણીની સંપત્તિ 115.8 બિલિયન ડોલર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X