Multibagger Stock : આ કંપનીના શેરોએ 4 મહિનામાં 1 લાખ સામે 13 લાખનું વળતર આપ્યુ
ગયા વર્ષે શેરબજારમાં ઘણા શેરોએ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આ લિસ્ટમાં એક નામ એવુ છે જેને એક લાખના 13 લાખ કરીને આપ્યા છે.
આપણે જે શેરની વાત કરી રહ્યા છીએ તે શેર ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિડેટનો છે. આ શેરે રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. 4 મહિના પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હતું તેને 13 લાખથી વધુનું સુંદર વળતર મળ્યું છે.

ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યાની આસપાસ 5 પોઈન્ટથી વધુના વધારા સાથે શેર 289 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં સ્ટોક 238.48 ટકા વધ્યો છે. કંપની પાવર ટ્રાન્સમિશનના ક્ષેત્રમાં છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું NSE પર 52 સપ્તાહનું હાઈ લેવલ 283.35 અને લો લેવલ 22.20 છે.
ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો શેર 22.20ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન જો કોઈએ તેમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેને 4500 શેર મળ્યા હોત. જ્યારે આજે એટલે કે 12મી ફેબ્રુઆરી 2024ના રોજ શેરની કિંમત 289 રૂપિયા છે. આવી સ્થિતિમાં શેરની કિંમત 13 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
સ્ક્રીનર વેબસાઈટ અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે પ્રમોટરો 11.41 ટકા હિસ્સો ધરાવે છે. જાહેર શેરધારકોમાં તે 29.92 ટકા છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો 57.91 ટકા ધરાવે છે.
કંપનીએ તાજેતરમાં ડિસેમ્બર 2023 માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. આમાં કંપનીના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2022માં 1.35 કરોડની સરખામણીએ 4345.64 ટકા વધીને 59.96 કરોડ થયુ છે. ડિસેમ્બર 2023 માં ક્વાર્ટરમાં ચોખ્ખી ખોટ 65.83 ટકા વધીને કુલ 5.28 કરોડ થઈ હતી, જ્યારે ડિસેમ્બર 2022 માં તે 15.45 કરોડ હતી. આ દરમિયાન કંપનીના EBITDAમાં સુધારો થયો છે.












Click it and Unblock the Notifications
