નારાયણ મૂર્તિ ફરી ઇન્પોસિસના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા

આ સાથે કે વી કામથ બોર્ડના ચેરમેનનું પદ છોડી દેશે. તેઓ આજથી તાત્કાલિક અસરથી બોર્ડના ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર હશે. નારાયણમૂર્તિએ આ પ્રસંગે જણાવ્યું કે આ આમંત્રણ અચાનક અને આશ્ચર્યકારક છે. ઇન્ફોસિસ મારા માટે મારા બાળક સમાન છે આથી જ હું બાકીની તમામ જવાબદારીઓને થોડા સમય માટે હાંસિયા પર ધકેલીને ઇન્ફોસિસને પ્રાથમિકતા આપીશ. તેમણે આ માટે કે વી કામથનો આભાર પણ માન્યો.
ઉલ્લેખનીય છે કે વધતી જતી ઉંમરને કારણે નારાયણમૂર્તિએ પોતાની જવાબદારીઓ ઓછી કરવાનો નિર્ણય કર્યો હતો અને તેના પગલે ગયા વર્ષે ઇન્ફોસિસના ડાયરેક્ટર ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું. હવે તેઓ ફરી કંપનીને માર્ગદર્શન પૂરું પાડશે.












Click it and Unblock the Notifications
