બેંકો બાદ હવે મોદી સરકાર વીમા કંપનીઓનું મર્જર કરશે
બેંકો બાદ હવે મોદી સરકાર વીમા કંપનીઓનું મર્જર કરશે
નવી દિલ્હીઃ બેંકોને સતત વધી રહેલ નુકસાનથી બહાર લાવવા માટે મોદી સરકારે બેંકોના મર્જરનો ફેસલો લીધો હતો. સૌથી પહેલા એસબીઆઈમાં બેંકના 6 સહયોગી બેંકોનું મર્જર કરવામાં આવ્યું. જે બાદ અળ્હાબાદ બેંક સાથે ઈન્ડિયન બેંક, ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક સાથે યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા, સિંડિકેટ બેંક સાથે કેનરા બેંક અને યૂનિયન બેંક ઑફ ઈન્ડિયા સાથે કોર્પોરેશન બેંકનું મર્જર કરવામાં આવ્યું હતું.

બેંકોના મર્જર બાદ હવે મોદી સરકારે વધુ એક ફેસલો લીધો છે. સરકાર હવે વીમા કંપનીઓના મર્જર પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિશે એલાન કર્યું છે, જે અંતર્ગત 3 સરકારી વીમા કંપનીઓના વિલયનો ફેસલો લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ત્રણ સરકારી જનરલ વીમા કંપનીઓના મર્જરની તૈયારી કરી રહી છે, જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઈટેડ ઈન્ડિયા ઈંસ્યોરન્શ કંપની લિમિટેડ અને ઓરિયેન્ટલ ઈંશ્યોરન્સ લિમિટેડના નામ સામેલ કરવામાં આવ્યા છે.
વીમા કંપનીઓના મર્જર પાછળનું કારણ જણાવતા સરકારે સ્પષ્ટ કર્યું કે સતત નુકસાન અને કમજોર આર્થિક સ્થિતિને કારણે આ કંપનીઓ આગળ વધવામાં સક્ષમ નથી. એવામાં કંપનીઓનું મર્જર કરી તેમના નુકસાનને ઘટાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે વીમા કંપનીઓના મર્જરથી તેમના પૉલિસી ધારકો પર કોઈ અસર નહિ પડે.












Click it and Unblock the Notifications
