For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Naresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા

લૂકઆઉટ નોટિસ જારી થયા પછી વિદેશમાં જવાનો પ્રયાસ કરી રહેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

લૂકઆઉટ નોટિસ જારી થયા પછી વિદેશમાં જવાનો પ્રયાસ કરી રહેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા. માહિતી અનુસાર, તે બંને વિમાનમાં બેસી ગયા હતા અને વિમાન રનવે તરફ જતું હતું, ત્યારે જ વિમાનને પરત આવવા માટે સંકેત આપવામાં આવ્યો હતો, અને પછી બંનેને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. આના કારણે, એમિરેટ્સની ફ્લાઇટ નંબર EK 507 લગભગ 1 કલાક લેટ એટલે કે લગભગ સાંજે 5 વાગ્યા પછી ઉડાન ભરી શકી. આ બાબતે હજુ નરેશ ગોયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ ગોયલ બંધ થઇ ચુકેલી જેટ એરવેઝ વિશે વિમાનન કંપની એતિહાદ અને હિન્દુજા જૂથના એક્ઝિક્યુટિવ્સ સાથે બેઠક કરવા માટે જઈ રહ્યા હતા.

Naresh Goyal

રોકડ કટોકટીને કારણે બંધ થઇ ચૂક્યું છે જેટ એરવેઝે

17 એપ્રિલથી રોકડ કટોકટીને લીધે જેટ એરવેઝ બંધ થઈ ગયું હતું. ભૂતકાળમાં, હિન્દુજા ગ્રૂપે કહ્યું હતું કે તે જેટ એરવેઝમાં રોકાણ કરવાની તકનું મૂલ્યાંકન કરે છે. ગયા મહિને જેટ એરવેઝના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન અધ્યક્ષ કિરણ પાવસકરએ મુંબઇ પોલીસ કમિશનરને ચિઠ્ઠી લખીને નરેશ ગોયલ અને અન્ય ડિરેક્ટર્સના પાસપોર્ટને જપ્ત કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. ધ્યાન રહે કે નરેશ ગોયલ અને તેની પત્ની અનિતા ગોયલે માર્ચમાં જ જેટ એરવેઝના મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. નરેશ ગોયલે 26 વર્ષ પહેલાં જેટ એરવેઝ કંપનીની સ્થાપના કરી હતી.

23 હજાર કર્મચારીઓ બેરોજગાર

અસ્થાયી ધોરણે બંધ થઈ ચૂકેલા જેટ એરવેઝના 23,000 કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે. જેટ એરવેઝના કર્મચારીઓ સરકારને તેને ફરીથી શરૂ કરવા માટે સતત અપીલ કરી રહ્યા છે.

English summary
Naresh Goyal and his wife were evacuated from the plane while traveling abroad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X