આયકર વિભાગના નવા નિયમોનો અધિકારીઓ કરી શકે છે દૂરઉપયોગ

Posted By:
Subscribe to Oneindia News

ઇનકમ ટેક્સના નવા નિયમ મુજબ જો તમે તમારા નાણાંના સોર્સ અંગે સ્પષ્ટ જવાબ ના આપી શક્યા, તો આ પૈસા પર તમારે વધારે રેટ પર ટેક્સ ચૂકવવો પડી શકે છે. વિશેષજ્ઞોની જાણકારી મુજબ ઇનકમ ટેક્સના નવા નિયમ ખૂબ જ કઠોર છે અને બની શકે કે અધિકારીઓ આ નિયમોનો દૂરઉપયોગ પણ કરી શકે છે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ જો તમારી પાસે કાળા નાણાં હોય અને તે વાતની જાણકારી ઇનકમ ટેક્સ અધિકારીઓને હોય તો નવા આયકર વિભાગના નિયમો તમારી મુશ્કેલી વધારી શકે છે. જે મુજબ વારસાગત ધરેણાં, ગીફ્ટ, નાના બિઝનેસમેનને મળેલી કોઇ અન્ય જગ્યાની પૂંજી, પુત્રીના લગ્નના ખર્ચ અને રોજિંદા ખર્ચાઓ વિષે અધિકારીઓ તમારી જોડે સવાલ જવાબ કરી શકે છે. અને આ તમામ પૈસાનો યોગ્ય હિસાબ જો તમે ન આપી શક્યા તો આ સ્થિતીમાં આ પૈસા પર ઉચ્ચ દરો લગાવી તમારે ઇનકમ ટેક્સ ભરવો પડી શકે છે.

income tax


જો તમે તમારા આ નાણાંનો યોગ્ય જવાબ ના આપી શક્યા તો આ નાણાં પર તમારા 83 ટકા જેટલી પેનલ્ટી ભરવી પડી શકે તેમ છે. નોંધનીય છે કે પહેલા આ પેનલ્ટી 35 ટકા હતી. મુંબઇના એક સિનિયર ટેક્સ અધિકારીએ આ વિષે જણાવ્યું કે જે લોકો પાસે કાળા નાણાં મળી આવ્યા છે તે પર આયકર વિભાગે કઠોર નિયમો લગાવ્યા છે. પણ સાથે જ તેનો દૂરઉપયોગ થવાની પણ સંભાવના રહેલી છે. આ અંગે જાણકારો પણ કહી રહ્યા છે કે નાણાંના રોકણનો સોર્સ ખબર ના પડતા તેના વિરુદ્ધ પહેલાથી જ ગંભીર કાનૂન બનેલા છે. પણ નોટબંધી પછી ટેક્સ અધિકારીને મોટો ટેક્સ લગાવી દંડ વસૂલ કરવાની છૂટ આપવામાં આવી છે. જેનો દૂરઉપયોગ થઇ શકે છે.


એલએલપી એસોશિયેશનથી જોડાયેલા અમિત માહેશ્વરીએ આ નવા નિયમો વિષે જણાવતા કહ્યું કે તેનું પાલન કરવું મુશ્કેલ છે. કારણ કે અનેક લોકો બુક ઓફ એકાઉન્ટ ભાગ્યેજ મેનેજ કરતા હોય છે. તેવા સમય પૈસાનો સોર્સ જાણવો મુશ્કેલ બની શકે છે. સીનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લખાનીએ પણ કહ્યું કે ઈનકમ ટેક્સ કાનૂનમાં કરવામાં આવેલ આ સુધારો 1 એપ્રિલ 2016થી લાગુ થશે. સરકાર ઇચ્છે છે કે ટેક્સ દાતાઓને ઓછી મુશ્કેલીઓ પડે પણ નવા નિયમો મુશ્કેલીઓ વધારી શકે છે.

English summary
Income tax department has been empowered with imposing high penalty on unaccounted income. Experts say that this law may be misused by officers.
Please Wait while comments are loading...