મોદી સરકારની નવી રોકાણ સ્કીમ, 1 લાખના રોકાણ પર થઈ જશો માલામાલ
કેન્દ્ર સરકાર વધુ એક રોકાણ સ્કીમ લઈને આવી છે, જેમાં તમે 5 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણ દ્વારા 39,625 રૂપિયા વ્યાજ મેળવી શકો છો. નાણાં મંત્રાલયે ટાઈમ ડિપોઝીટ સ્કીમ રજૂ કરી છે. આ યોજનામાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉપલબ્ધ રહેશે.આ યોજનામાં કોઈ પણ વયસ્ક વ્યક્તિ, સંયુક્તમાં ત્રણ વયસ્ક, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક, સગીર કે મંદબુદ્ધિના વ્યક્તિ તરફથી દેખરેખ રાખનાર વ્યક્તિ એકાઉન્ટ ખોલાવી શકે છે. એક વ્યક્તિ એક કરતાં વધુ એકાઉન્ટ અથવા બીજા સાથે સંયુક્ત એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ ફરજીયાત છે. જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નથી.

કેટલું વ્યાજ મળશે?
આ સ્કીમમાં જુદા જુદા સમયગાળા માટેના જુદા જુદા વ્યાજદર નક્કી કરાયા છે. એકથી ત્રણ વર્ષ માટે 6.9 ટકા અને 5 વર્ષ માટે 7.7 ટકા વ્યાજદર રહેશે. આ રીતે જોઈએ તો જો તમે એક લાખ રૂપિયા રોકાણ કરશો તો પહેલા, બીજા અને ત્રીજા વર્ષ માટે 7081 રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે. 5 વર્ષ માટે 1 લાખનું રોકાણ કરશો તો 39,625 રૂપિયા વ્યાજ મળશે.

રોકાણ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
આ ચાર ખાતામાં રોકાણ પર ત્રિમાસિક વ્યાજદર છે. જે ખાતુ ખોલવાની તારીખથી એક વર્ષના અંતે ચૂકવવામાં આવે છે. આ વ્યાજ તમે તમારા બચત ખાતામાં મેળવી શકો છો. જો રોકાણકાર થાપણ પર મેળવેલું વાર્ષિક વ્યાજ ઉપાડશે નહી તો પણ યોજના મુજબ કોઈ વધારાનું વ્યાજ મળવા પાત્ર નથી.

સમય મર્યાદા પહેલા ખાતું બંધ કરવાનું થાય તો?
જો તમે 5 વર્ષ માટે ખોલાવેલું ખાતું 4 વર્ષે બંધ કરો તો તે સ્થિતિમાં તમને ફક્ત 3 વર્ષનું વ્યાજ મળશે. આ ઉપરાંત જો ડિપોઝિટ પર પહેલેથી જ કોઈ ચુકવણી કરવામાં આવી છે તો તે ડિપોઝિટની રકમ અને ચૂકવવાના વ્યાજમાંથી કપાઈ જશે. સરકારની બીજી આવી જ કેટલીક યોજનાઓ અમલમાં છે. જેમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પીપીએફનો સમાવેશ થાય છે.
Year Ender 2019: આ વર્ષે અનિલ અંબાણી જુથની 5 કંપનીઓ સૌથી વધુ ખોટમાં રહી!