For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના નવો મજૂર કાયદો

ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના નવો મજૂર કાયદો

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના લૉકડાઉનને કારણે મજૂરોની જિંદગી સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે. ત્યારે ભાજપ શાસિત ત્રણ રાજ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશે નોંધપાત્ર મજૂર કાનૂન સુધારો કર્યો છે જે ઉદ્યોગોને રોકાણ આકર્ષવાની સાથે અન્ય માપદંડો અંતર્ગત કોઈને નોકરીમાંથી કાઢી મૂકવા અને કોઈને પણ નોકરીમાં રાખવાની મંજૂરી આપે છે. આ ત્રણ રાજ્યોના સુધારાનું મુલ્યાંકન કરતા ચીનથી બહાર નીકળવાની ઈચ્છા ધરાવતી કંપનીઓને આકર્ષિત કરવાના ભાગરૂપ આ સુધારો હોવાનું જાણવા મળી રહ્યું છે.

labour law

મધ્ય પ્રદેશ

નોકરીમાંથી કાઢી શકે અને રાખી શકે

  • સંસ્થાન 100 જેટલા કામદારોને જરૂરીયાત મુજબ નોકરીએ રાખી શકે છે.
  • 50 મજૂરો સાથે કોન્ટ્રાક્ટરના રજિસ્ટ્રેશનની જરૂર નહિ.

ઈન્સ્પેક્શનમાંથી છૂટ્ટી

  • 3 મહિના સુધી ફેક્ટરી ઈન્સ્પેક્શનમાંથી છૂટકારો.
  • 50થી ઓછા કામદારો હોય તો કંપનીનું ઈન્સ્પેક્શન નહિ.
  • થર્ડ પાર્ટી ઈન્સપેક્શનને મંજૂરી.

લાઈસન્સની પ્રક્રિયા અને રજિસ્ટ્રેશન સહેલું

  • રજિસ્ટ્રેશન અને લાઈસન્સ એક જ દિવસમાં ઈસ્યૂ કરી દેવામાં આવશે.
  • ફેક્ટરી લાઈસન્સને 10 વર્ષમાં 1 વાર જ રિન્યૂ કરવું પડશે.
  • સ્ટાર્ટઅપ્સને એક સમયની નોંધણી અને નવીકરણની જરૂર નથી

શિફ્ટ ટાઈમિંગ

  • ફેક્ટરીમાં શિફ્ટ 8 કલાકથી વધીને 12 કલાકની કરી દેવામાં આવી.
  • 72 કલાક સુધીનના ઓવરટાઈમને મંજૂરી આપવામાં આવી છે.
  • દુકાનો અને સંસ્થાનો સવારે 6 વાગ્યાથી મધ્ય રાત સુધી ખુલ્લા રહી શકે.

ઉત્તર પ્રદેશ

ઉદ્યોગને નીચે આપેલા બધા મજૂર કાયદાથી મુક્તિ આપવામાં આવી છે:

  • મકાન અને અન્ય બાંધકામ કામદાર અધિનિયમ, 1996.
  • કામદાર વળતર અધિનિયમ, 1923.
  • બોન્ડેડ લેબર સિસ્ટમ (એબોલિશન) એક્ટ, 1976.
  • વેતન કાયદા અંતર્ગતના વળતર માટે એક સેક્શન

ગુજરાત

નવા ઔદ્યોગિક એકમોની નીચે આપેલા તમામ મજૂર કાયદાથી મુક્તિ અપાયેલ છે

  • ન્યુનતમ વેતન એક્ટ
  • ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી રુલ્સ
  • કર્મચારીઓના વળતરનો કાયદો.
  • લાભો રોલ આઉટ કરવાના વટહુકમ કે જે 1,200 દિવસ માટે ઉપલબ્ધ રહેશે.
  • 15 દિવસમાં 100 ટકા ઓનલાઈન મંજૂરી
  • 33000 હેક્ટર જમીન સુયોજિત, 7 દિવસમાં જમીન ફાળવવામાં આવશે.

અન્ય રાજ્યોમાં શું બદલાવ થયો જાણો

રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ફેક્ટરી એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો જે અંતર્ગત હવે દિવસના 8 કલાક અને અઠવાડિયાના 48 કલાકને બદલે દિવસમાં 12 કલાક અને અઠવાડિયાના 72 કલાક કામ કઢાવી શકશે.
રાજસ્થાનએ ઉદ્યોગોના વિવાદ અધિનિયમમાં સુધારો કર્યો છે જેથી જેથી છટણી માટેનો થ્રેશોલ્ડ અને અગાઉથી છૂટાછવાયાને 100 થી વધારીને 300 કરવામાં આવી શકે. ટ્રેડ યુનિયનની થ્રેશોલ્ડ સભ્યપદ 15 ટકાથી વધારીને 30 ટકા કરી દેવામાં આવી છે.

તમિલનાડુએ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખી મહિલાઓને નાઈટ શિફ્ટમાં રોજગારી આપવાને મંજૂરી આપી છે. જ્યારે કેરળમાં અરજી દાખલ થયાના એક અઠવાડિયામાં નવા ઉદ્યોગોને લાઈન્સ આપવાની સુવિધા સુનિયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

PM Kisan Scheme: શું તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા? નહિ તો આ નંબર પર કોલ કરોPM Kisan Scheme: શું તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા? નહિ તો આ નંબર પર કોલ કરો

English summary
new labour law in gujarat, madhya pradesh and uttar pradesh, explained in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X