મારૂતિ અલ્ટો-800 આજે લોન્ચ થશે

મારૂતિ સુઝુકીને આશા છે કે મંગળવાર લોન્ચ થયા પછી તેના બુકિંગમાં વધુ તેજી આવી શકે છે. કંપનીએ તેની કિંમત અંગે અત્યાર સુધી કોઇ ખુલાસો કર્યો નથી. પરંતુ મિડીયા સૂત્રોના જણાવ્યા અનુસાર તેની કિંમત 2.5 થી 3 લાખ સુધીની હશે.
મારૂતિ ફરી એકવાર નવી ડિઝાઇન અને ટેક્નોલોજીની સાથે 800ને અલ્ટો-800 ના નામથી બજારમાં ઉતારવા માટે જઇ રહી છે. આ 800 અને અલ્ટોનું મિશ્ર સ્વરૂપ હશે. અલ્ટો 800ને નાની કારની શ્રેણીમાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.
આમ આદમીના સપનાઓને પૂરા કરનારી કારને બજારમાં રજૂ કરવા માટે પુરી તૈયારી કરી લીધી છે. એક સમય હતો કે જ્યરે મારૂતિ 800 મેળવવા માટે લોકોની લાંબી લાઇનો લાગતી હતી. એવો ટ્રેંડ લોકોમાં આજે અલ્ટો-800 માટે જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
