New Rules from 1st July 2024 : 1 જૂલાઈથી બદલાઈ જશે આ નિયમો, આજે જ જાણી લો
New Rules from 1 July 2024 : દર મહિનાની પહેલી તારીખ આવતા જ ઘણા નિયમોમાં ફેરફાર થાય છે. આ મહિને જૂલાઈ મહિનો શરૂ થતા જ ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે.
પહેલી તારીખે થઈ રહેલા ફેરફારો વિશે લોકો ઘણીવાર જાગૃત નથી હોતા અને તેથી તેમને પરિણામ ભોગવવા પડે છે. એટલે જ અમે તમને પહેલાથી જ જણાવવા જઈ રહ્યા છીએ.

એલપીજી સિલિન્ડરની કિંમત
જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. મે અને જૂન બંને મહિનામાં ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.
જૂનમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જો કે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફરક નહોતો. હવે જોઈએ કે આ વખતે 1 જુલાઈએ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે વધશે એ જોવાનું રહેશે.
CNG-PNGના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઇંધણની કિંમતો એટલે કે એર ટર્બાઇન ઇંધણ (ATF) CNG-PNG પણ બદલાય છે, એવો અંદાજ છે કે તેની કિંમતો 1 જુલાઈએ બદલાશે.
ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી
આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે જે 1 જુલાઈથી લાગુ થશે. નવા નિયમ હેઠળ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા કરવામાં આવશે. જેની સીધી અસર ડિજિટલ પેમેન્ટ પર પડશે.
સિમ કાર્ડ પોર્ટ નિયમમાં ફેરફાર
1 જુલાઈથી TRAI મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે, જે હેઠળ સિમ કાર્ડ પોર્ટનો નિયમ બદલાશે. જો તમારું સિમ કાર્ડ કોઈ કારણસર બગડે છે તો તમને તરત જ સિમ કાર્ડ નહીં મળે પરંતુ 7 દિવસ પછી મળશે.












Click it and Unblock the Notifications
