New UPI Rule : હવે ફેલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રિફંડ માટે વધુ રાહ નહીં જોવી પડે, બદલાઈ ગયા છે નિયમો

New UPI Rule : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે. લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ તરફ વળી રહ્યા છે. જો કે કેટલીક વખત ટ્રાંજેકશન ફેલ થવા કે પેમેન્ટ પેન્ડિંગ રહેવાના કારણે સમસ્યાઓ ઉભી થાય છે. આ સમયે લોકોના પૈસા રિફંડ ક્યારે મળશે તે મોટી સમસ્યા છે.

જો કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 15 ફેબ્રુઆરી 2025થી નવા UPI નિયમો અમલમાં મુક્યા છે. આ નવા નિયમો હેઠળ ચાર્જબેક (રિફંડ પ્રક્રિયા)ને ઓટોમેટ કરાશે, જેનાથી ગ્રાહકોને ઝડપથી રિફંડ મળશે અને બેંક માટે પ્રક્રિયા સરળ બનશે.

New UPI Rule

અત્યાર સુધી ટ્રાંજેક્શન ફેલ થતું હતું ત્યારે બેન્ક ટ્રાંજેક્શનના દિવસે ચાર્જબેક પ્રક્રિયા શરૂ કરતી હતી. આ પ્રોસેસને પૂરી કરવા બેંકોને પૂરતો સમય નહોતો મળતો, જેના કારણે રિફંડના કિસ્સાઓ ઘણીવાર રિજેક્ટ થઈ જતા હતા.

હવે ટ્રાંજેક્શન ક્રેડિટ કન્ફર્મેશન (TCC) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ ચાર્જબેકને ઓટોમેટેડ રીતે સ્વીકારશે કે રદ કરશે, જેથી મેન્યુઅલ તપાસની જરૂર નહીં પડે અને પ્રક્રિયા ઝડપી થશે.

ચાર્જબેક એવા સમયે થાય છે જ્યારે પહેલાથી મંજૂર થયેલ UPI ટ્રાંજેકશનને રિવર્સ કરવામાં આવે છે.

નવા નિયમોથી થનાર લાભ

  • ચાર્જબેક ઓટોમેટેડ થવાથી ગ્રાહકોને ઝડપથી રિફંડ મળશે.
  • બેંકોને ટ્રાંજેકશન રિકન્સિલિએશન માટે વધુ સમય મળશે.
  • ફ્રોડ અને અનાવશ્યક વિવાદોમાં ઘટાડો થશે.
  • RBIની પેનલ્ટીથી બચવામાં સહાય મળશે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X