For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિફ્ટી જાન્યુ ફ્યુચરમાં 5 ટકાનો ઘટાડો, ટ્રેડર્સને અલગોરિધમિક ટ્રેડિંગની શંકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી : ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીને પડેલા જોરદાર ફટકાની વાતો ઉપરાંત પણ એક બાબત ચર્ચાનો વિષય બની છે. આ વાત છે મંગળવારે પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી ફ્યુચર્સમાં જંગી ગાબડું અને તે પછી નાટકીય રિકવરી. આ નાટકીય ઘટના બાદ બ્રોકર્સે એકબીજાને પૂછી રહ્યા છે કે શું તે ફેટ ફિંગર એરર હતી કે અલ્ગોરિથમિક ટ્રેડ હતો?

મંગળવારે સવારના 9.15 કલાકે નિફ્ટી ફ્યુચર્સ 8422ના સ્તરે ખૂલ્યો હતો, પરંતુ 9.55 કલાકે તીવ્ર ગાબડા સાથે સીધો 8,000 થઈ ગયો હતો. આ બાદ માત્ર થોડી મિનિટોમાં આશરે 100થી વધુ પોઇન્ટ્સ રિકવર થયો હતો.

બ્રોકરોએ જણાવ્યું હતું કે અસાધારણ ઘટાડાનું કારણ અલ્ગોરિથમિક ઓર્ડર હોવાની સંભાવના છે. જોકે કેટલાક બ્રોકર્સ માને છે કે તે 'ફેટ ફિંગર એરર' (ભૂલથી ખોટી કી પર પંચ કરીને ખોટો ઓર્ડર આપવો)નું વધુ એક ઉદાહરણ હોઇ શકે છે. એક બ્રોકરે જણાવ્યું હતું કે રિકવરીથી ઘણા નાના ટ્રેડરોના સ્ટોપલોસ તૂટ્યા હતા.

stock-markets-6

આ અંગે ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'શેરબજાર તરીકે અમે પુષ્ટિ આપી શકીએ છીએ કે દિવસ દરમિયાન થયેલા તમામ સોદા તેની ટોચમર્યાદા-મર્યાદાની અંદર થયા છે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'આ ઉપરાંત એક શેરબજાર તરીકે ઘણા લોકો માને છે તે રીતે કોઈ ચોક્કસ સોદા પર ટ્રેક રાખતા નથી, કારણ કે અમે સોદામાં પક્ષકાર (ખરીદદાર કે વેચાણકર્તા) નથી. કેટલાંક લોકો અસાધારણ સોદા અંગે અફવા ફેલાવી રહ્યા છે.'

સામાન્ય રીતે ટ્રેડરો નિફ્ટી ઇન્ડેક્સ માટે 1થી 1.5 ટકાની રેન્જ રાખતા હોય છે અને જો ઇન્ડેક્સ આવા ટ્રિગર કરતાં નીચા જાય તો આપોઆપ રીતે તેમની પોઝિશન સુલટાઈ જાય છે. મંગળવારે સવારે 9.55 કલાકે જાન્યુઆરી સિરીઝનો નિફ્ટી ફ્યુચર્સ અસાધારણ નીચા સ્તરે ગયો ત્યારે આવું બન્યું હતું.

એક નિફ્ટી કોન્ટ્રાક્ટનું કદ આશરે 25 યુનિટ હોય છે, જે આશરે રૂપિયા 2 લાખનું થવા જાય છે. ટ્રેડરો 20થી 30 ટરા માર્જિન રાખીને પોઝિશન લેતા હોય છે.

પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી ફ્યુચર્સમાં કડાકાથી સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરતા ખેલાડીઓ પર માર્જિનનું દબાણ આવ્યું હતું. જાન્યુઆરી સિરીઝનો નિફ્ટી ફ્યુચર્સની ઓપન ઇન્ટરેસ્ટમાં મંગળવારે 15.40 લાખ કોન્ટ્રાક્ટ્સનો ઘટાડો થયો હતો.

એક અગ્રણી વિદેશી બ્રોકરેજ કંપનીના ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ્સે રોઇટર્સને જણાવ્યું હતું કે 'તે મને ફેટ ફિંગર એરર હોય તેવું લાગે છે.' અગાઉ પાંચ ઓક્ટોબર 2012ના રોજ નિફ્ટી ઇન્ડેક્સમાં 920 પોઇન્ટ્સનો તીવ્ર ઘટાડો થયો હતો, જે વખતે અગ્રણી બ્રોકરેજ કંપની એમ્કે ગ્લોબલે સોદો કર્યો હોવાનું માનવામાં આવે છે.

English summary
Nifty January futures plunge 5 percent; traders doubted about Algorithmic trade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X