હવે, ATMનો ઉપયોગ કરવો બનશે મોંઘો!
નવી દિલ્હી, 7 ડિસેમ્બર: બેંગલુરુમાં મહિલા પર એટીએમની અંદર થયેલા ગંભીર હુમલા બાદ બેન્કોની ઉપર સુરક્ષામાં વધારો કરવાનું દબાણ વધી ગયું છે. માટે દેશની બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે એટીએમના ઉપયોગ પર લેવામાં આવતી ફીસમાં વધારો કરવાની પરવાનગી માંગી છે.
ભારતીય રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર 2013 સુધી દેશમાં કુલ 1,27,950 એટીએમ છે. તેમાંથી 50 ટકાથી વધારે એટીએમ એવા છે જેની સુરક્ષા ખાનગી કંપનીઓના ભરોસે છે. આ એટીએમમાંથી 40 ટકા એટીએમ પણ છે જેમાં સુરક્ષા માટે કોઇ ગાર્ડ નથી. એટલે કે દેશમાં લગભગ 25 હજાર એટીએમ એવા છે, જ્યાં કોઇ ગાર્ડ નથી.

બેન્કો અનુસાર જો તેમને ગાર્ડ રાખવાની અનિવાર્યતા અને એટીએમની બહાર સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ આપવાની છે, તો તેમાં ખર્ચ પણ વધશે. જેના પગલે ગ્રાહકોના ટ્રાન્જેક્શન પર લેવામાં આવતી ફીમાં વધારો કરવામાં આવશે. એટીએમ ટ્રાન્જેક્શનની ફીમાં વધારાનો અંતિમ નિર્ણય ભારતીય રિઝર્વ બેન્કે કરવાનો છે.












Click it and Unblock the Notifications
