હવે બેંકો ધિરાણ નહીં ચૂકવનારાઓને કોર્ટમાં લઇ જઇ શકશે

બેન્કિંગ સેક્ટરના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડિફોલ્ટર્સને ડેટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી)માં લઈ જવામાં આવશે. બેન્કોના મત પ્રમાણે ડિફોલ્ટર્સને સિવિલ કોર્ટમાં લઈ જવા કરતા ડીઆરટીમાં લઈ જવાથી બેન્કોને વધારે ફાયદો થવાનો અંદાજ છે.
આ માટે બેંકોએ ફિલ્ડ સ્ટાફને ડિફોલ્ટરનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના આપી દીધી છે, જેથી ખ્યાલ આવી શકે કે બેન્કોને કેટલી રકમ લેવાની નીકળે છે. જો ડિફોલ્ટરો દ્વારા જાણી જોઈને આ રકમની ભરપાઈ કરવામાં નહીં આવતી હોય તો રિકવરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ફિલ્ડ સ્ટાફ દ્વારા બનાવવામાં આવતા લિસ્ટથી કોઈ ડિફોલ્ટરની વાજબી સમસ્યા હશે તો તે પણ જાણી શકાશે.
આ પ્રમાણેનું જે લિસ્ટ જોવા મળશે બેન્ક તેની સામે થોડા પુરાવા એકત્ર કરીને ડિફોલ્ટરની રિકવરીની પ્રક્રિયા શરૂ કરીને તેવા ડિફોલ્ટરોને ડીઆરટીમાં ખેંચી જવાશે. માર્ચ 2013ના અંત સુધીમાં વાર્ષિક સરખામણીએ બેન્કોનાં ફસાયેલાં દેવામાં 16 ટકાનો વધારો થઈને કુલ દેવાની રકમ રૂપિયા 8,456 કરોડની સપાટીએ પહોંચી ગઈ છે.












Click it and Unblock the Notifications
