આજથી ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ બન્યું ડોમેન
નવી દિલ્હી, 27 ઓગસ્ટ : ભારત વિવિધતાઓનો દેશ છે. આમ છતાં, અત્યાર સુધી ઈન્ટરનેટ પર કોઈ વેબસાઈટ ખોલવા એટલે કે તેનું એડ્રેસ એટલે કે યૂઆરએલ અંગ્રેજીમાં ટાઈપ કરવું પડે છે. હવે દિવસો બદલાવાના છે. ભારત સરકાર ટૂંક સમયમાં યુઆરએલ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરવા જઈ રહી છે.
નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જના CEO ડૉક્ટર ગોવિંદના કહેવા મુજબ આગામી સમયમાં તેઓ ભારત ડૉટ કોમ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જે યૂઝર્સ માટે ભારતીય ભાષાઓમાં જ વેબસાઈટ ખોલશે. આ માટે ઈચ્છુક વેબસાઈટોને ડૉટ ભારત એક્સટેંશન સાથે રજિસ્ટર કરવું પડશે.
ડૉક્ટર ગોવિંદ અનુસાર આ સુવિધા 27 ઑગસ્ટથી શરૂ કરવામાં આવી છે. હવેથી લોકો પોતાના મનપસંદ ડૉમેન ડૉટ ભારત પર રજિસ્ટર કરી શકશે. અત્યાર સુધી વેબસાઈટો અંગ્રેજીમાં ખોલ્યા બાદ જ હિન્દી તથા અન્ય ભાષાઓના પન્ના પર જવાની સુવિધા હતી. પરંતુ ડૉટ ભારત વેબસાઈટ સીધી ભારતીય ભાષાઓમાં જ ખુલશે.
હાલમાં આ સેવા હિન્દી, બોરી, ડોગરી, કોંકણી, મરાઠી, નેપાળી અને સિંધીમાં ઉપલબ્ધ થશે. બીજા તબક્કામાં નજીકના ભવિષ્યમાં જ બંગાળી, તેલુગૂ, ગુજરાતી, ઉર્દૂ, તમિલ અને પંજાબીમાં પણ ઉપલબ્ધ કરી દેવામાં આવશે. ડૉક્ટર ગોવિંદના જણાવ્યા અનુસાર આ સુવિધા લોકો સુધી પહોંચાડવી જરૂરી હતી, અને બિન અંગ્રેજી ભાષીઓ માટે તેને સમજવામાં મુશ્કેલી પડતી હતી. જ્યારે હવે લોકો પોતાની જ ભાષામાં ટાઈપ કરી વેબસાઈટ ખોલી શકશે.
તેમણે કહ્યું કે ઑન ક્રિન કી બોર્ડ તથા વૉયસ ઈનપુટના માધ્યમથી ટાઈપિંગ ન જાણનારા વ્યક્તિઓ પણ આસાનીથી વેબસાઈટ ખોલી શકશે. ભારતીય ભાષાઓમાં વૉયસ ઈનપુટ્સ પર સીડૈક કામ કરી રહ્યું છે.
ડૉટ ભારત સિવાય નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જે હિંદીમાં વેબસાઈટ રજિસ્ટર કરવાની પહેલ શરૂ કરી છે, જે ટ્રાયલ બેસિસ પર ફક્ત ટ્રેડમાર્ક ધારકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી સમયમાં સરકાર ઈન્ટરનેટની દીશામાં કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લેશે તેવી આશા છે.












Click it and Unblock the Notifications
