NPS new rules : NPS સાથે જોડાયેલા નિયમોમાં મોટા ફેરફાર, 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ વસ્તુઓ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શન ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ઓથોરિટીએ ઉપાડની જોગવાઈઓ અંગે નવો નિયમ જારી કર્યો છે.
PFRDA અનુસાર, નવા નિયમો હેઠળ હવે કોઈ પણ વ્યક્તિ NPS ખાતામાંથી 25 ટકાથી વધુ રકમ આંશિક રીતે ઉપાડી શકશે નહીં. નવા નિયમો 1 ફેબ્રુઆરી 2024થી લાગુ કરવામાં આવશે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા નવા નિયમ અનુસાર, એનપીએસમાં રોકાણ કરનારા રોકાણકારોને તેમના વ્યક્તિગત પેન્શન ખાતામાં એમ્પ્લોયરના યોગદાનને બાદ કરતાં પચીસ ટકાથી વધુ ફંડ ઉપાડવાની મંજૂરી આપવામાં નહીં આવે.
જારી કરાયેલા નિયમો અનુસાર, આંશિક ઉપાડ માટે સબ્સ્ક્રાઇબર્સે કેન્દ્રીય રેકોર્ડ-કીપિંગ એજન્સીને ઉપાડની વિનંતી ફોર્મ અને સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવુ પડશે. તે પછી જ તે પૈસા ઉપાડી શકશે.
NPSમાંથી ક્યારે ઉપાડી શકાશે?
NPSમાંથી પૈસા ઉપાડવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. તેના આધારે જ તમને તમારા પેન્શન ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે.
બાળકોના ભણતર કે લગ્ન માટે ઘર ખરીદવું
તબીબી કટોકટીના કિસ્સામાં, અકસ્માતના કિસ્સામાં
વિકલાંગતા અથવા અપંગતાના કિસ્સામાં
કૌશલ્ય વિકાસ માટે ખર્ચવામાં આવેલા નાણાં માટે
સ્ટાર્ટઅપ અથવા બિઝનેસ શરૂ કરવા માટે
આંશિક ઉપાડ સંબંધિત અન્ય શરતો
સબ્સ્ક્રાઇબર ખાતું ખોલવામાં આવે ત્યારથી ત્રણ વર્ષ સુધી સભ્ય હોવું આવશ્યક છે.
આ ખાતામાંથી 25 ટકાથી વધુ આંશિક રીતે ઉપાડી શકાશે નહીં.
NPS ખાતાધારકોને ખાતામાંથી વધુમાં વધુ ત્રણ વખત આંશિક ઉપાડ કરવાની છૂટ છે.
બીજા ઉપાડના સમયે મહત્તમ રકમ ફક્ત પ્રથમ ઉપાડ પછી સબસ્ક્રાઇબર દ્વારા જમા કરવામાં આવેલી રકમના આધારે નક્કી કરવામાં આવશે.
ત્રીજા ઉપાડ માટે મહત્તમ રકમ બીજા ઉપાડ પછી સબસ્ક્રાઇબરે જમા કરેલી રકમના આધારે નક્કી કરવામાં આવશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
