October Bank Holiday list : ઓક્ટોબરમાં 16 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો નહીં તો થશે ધક્કો
October Bank Holiday list: થોડા દિવસો બાદ ઓક્ટોબર મહિનામાં શરૂ થઇ જશે. જો તમે બેંક સાથે સંબંધિત કામો હોય, તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. આ અહેવાલમાં આપણે ઓક્ટોબરમાં આવતા બેંક હોલી ડેની યાદી વિશે જાણીશું.
આ સિવાય જો તમે બેંક સાથે સંબંધિત તમારું મહત્વપૂર્ણ કામ ઓક્ટોબર મહિનામાં કરાવવા જઈ રહ્યા છો. આ સ્થિતિમાં તમને ખબર પડશે કે, ઓક્ટોબર મહિનામાં બેંક કયા દિવસે બંધ રહેશે. વ્યક્તિએ તેના વિશે જાણવું જ જોઇએ. આગામી મહિનામાં બેંકની બમ્પર રજાઓ છે.

ઓક્ટોબર મહિનામાં કુલ 16 દિવસ બેંક બંધ રહેશે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સંબંધિત કામ પર પડશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જાહેર રજાના દિવસે તમામ બેંકમાં રજા રહેશે. રાજ્યોના આધારે કેટલીક પ્રાદેશિક રજાઓ પણ હશે. આ અહેવાલમાં જાણીશું ઓક્ટોબર મહિનામાં બેંક કયા દિવસે બંધ રહેશે?
- 2 ઓક્ટોબર, 2023 - સોમવાર - મહાત્મા ગાંધી જયંતિ
- 14 ઓક્ટોબર, 2023 - શનિવાર - મહાલય
- 18 ઓક્ટોબર, 2023 - બુધવાર - કટી બિહુ
- 21 ઓક્ટોબર, 2023 - શનિવાર - દુર્ગા પૂજા (મહા સપ્તમી)
- 23 ઓક્ટોબર, 2023 - સોમવાર - દશેરા (મહાનવમી)/આયુધા પૂજા/દુર્ગા પૂજા/વિજય દશમી
- 24 ઓક્ટોબર, 2023 - મંગળવાર - દશેરા/દશેરા (વિજયાદશમી)/દુર્ગા પૂજા
- 25 ઓક્ટોબર, 2023 - બુધવાર - દુર્ગા પૂજા (દશેરા)
- 26 ઓક્ટોબર, 2023 - ગુરુવાર - દુર્ગા પૂજા (દશેરા)/અધિગ્રહણ દિવસ
- 27 ઓક્ટોબર, 2023 - શુક્રવાર - દુર્ગા પૂજા (દશેરા)
- 28 ઓક્ટોબર, 2023 - શનિવાર - લક્ષ્મી પૂજા
- 31 ઓક્ટોબર, 2023 - મંગળવાર - સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ
આ વખતે ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવી રહ્યા છે. આ પાંચ રવિવારના રોજ પણ બેંકમાં રજા રહેશે












Click it and Unblock the Notifications
