For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓહ માય ગોડ! જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે મોટી અપડેટ

દેશમાં તહેવારોની સિઝનના કારણે ખરીદીમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઓકટોબર મહિનામાં ચાર મહિનામાં ઉચ્ચસ્તર પર પહોંચી છે.

|
Google Oneindia Gujarati News

Petrol-Diesel Prices : દેશમાં તહેવારોની સિઝનના કારણે ખરીદીમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઓકટોબર મહિનામાં ચાર મહિનામાં ઉચ્ચસ્તર પર પહોંચી છે. આંકડા પર નજર કરીએ તો, પેટ્રોલનું વેચાણ ઓકટોબરમાં 12.1 ટકા વધીને 27.8 લાખ ટન થયું હતું. જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં તે વેચાણ 24.8 લાખ ટન હતું. સપ્ટેમ્બર, 2022માં માસ પ્રતિ માસ આ માંગ 1.9 ટકા ઘટી હતી.

ઓકટોબરમાં આટલી હતી માંગ

ઓકટોબરમાં આટલી હતી માંગ

માસિક ધોરણે ઓકટોબરમાં માંગ 4.8 ટકા વધી હતી. દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇંધણ ડીઝલનું વેચાણ ગયા મહિને 12 ટકાવધીને 6.57 મિલિયન ટન થયું છે. ડીઝલનો વપરાશ ઓકટોબર, 2020ની સરખામણીમાં 6.5 ટકા વધુ હતો, જ્યારે ઓકટોબર, 2019 કરતાંતે 13.6 ટકા વધુ છે.

ઓગસ્ટમાં મહિના દર મહિનાના આધાર પર ડીઝલની માંગમાં જુલાઈની સરખામણીમાં લગભગ પાંચ ટકાનો ઘટાડોથયો હતો. ઓકટોબરમાં ડીઝલની માંગ મહિના દર મહિનાના આધાર પર 9.7 ટકા વધી હતી.

પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર એક નજર

પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર એક નજર

જૂન બાદ ઓકટોબરમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ સૌથી વધુ હતું. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના ભાગોમાં વિસ્તૃતચોમાસાના અંત અને કૃષિ પ્રવૃત્તિઓમાં તેજીને કારણે ડીઝલની માંગમાં વધારો થયો છે.

રવિ પાકની વાવણી તેમજ તહેવારોની મોસમનેકારણે આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો અને માંગમાં વધારો થયો હતો. ચોમાસા અને ઓછી માંગને કારણે જુલાઈ અને ઓગસ્ટમાં વાહન ઈંધણના વેચાણમાં ઘટાડો થયો હતો, પરંતુ ઉડ્ડયન ક્ષેત્ર ખુલતાની સાથે જ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગઈ હતી.

માંગમાં થયો આટલો વધારો

માંગમાં થયો આટલો વધારો

આના કારણે ઓકટોબર દરમિયાન એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ની માંગ 26.4 ટકા વધીને 5.68 લાખ ટન થઈ છે. તે ઓકટોબર, 2020કરતાં 65.8 ટકા વધારે છે, પરંતુ પ્રી-કોવિડ એટલે કે ઓકટોબર, 2019 કરતાં 14 ટકા ઓછું છે.

ડેટા અનુસાર ઓકટોબરમાં એલપીજીનુંવેચાણ વાર્ષિક ધોરણે 1.27 ટકા ઘટીને 24.4 લાખ ટન થયું છે.

એલપીજીનો વપરાશ ઓકટોબર, 2020 કરતાં 1.3 ટકા અને ઓકટોબર,2019 કરતાં 5.2 ટકા વધુ છે. સપ્ટેમ્બરમાં 24.8 લાખ ટનની સરખામણીએ માસિક ધોરણે LPG વપરાશ ઓછો રહ્યો છે.

English summary
Oh My God! Know big update on petrol-diesel prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X