For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી છાવણીઓ પર ઈરાનના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 4%નો વધારો

ઈરાનના જનરલ સુલેમાની હત્યા બાદ જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો અને ઈરાને અમેરિકાની સૈન્ય છાવણીઓ પર હુમલો કર્યો તે બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઈરાનના જનરલ સુલેમાની હત્યા બાદ જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો અને ઈરાને અમેરિકાની સૈન્ય છાવણીઓ પર હુમલો કર્યો તે બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 4%નો વધારે જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 4%નો વધારો થયો છે ત્યારબાદ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 65.65 ડૉલર પહોંચી ગઈ છે. ઈરાન હુમલા વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે એટલુ જ નહિ પરંતુ અમેરિકાના સ્ટૉક માર્કેટ પર પણ જોખમના વાદળો મંડરાયેલા રહ્યા છે. મંગળવારે ઈરાન દ્વારા ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય છાવીઓ પર હુમલા બાદ મિડલ ઈસ્ટમાં વાતાવરણ ઘણુ તણાવપૂર્ણ થઈ ગયુ છે.

ઈરાને કર્યો હુમલો

ઈરાને કર્યો હુમલો

તમને જણાવી દઈએ કે શુક્રવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકાના એઆઈ અસદ એરબેઝ પર ઘણા રૉકેટ લૉન્ચ કર્યા. ઈરાનની સેસમી ઓફિશિયલ ન્યૂઝ એજન્સીએ આ સમાચારની પુષ્ટિ કરીને કહ્યુ કે અમેરિકા સામે ઈરાનની બદલાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈરાનની મિસાઈલોએ યુએસ બેઝ પર હુમલો કરી દીધો છે. સીએનએન ન્યૂઝે વરિષ્ઠ અધિકારીનો હવાલો આપીને આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં યુએસની સેનાઓને નિશાન બનાવવામાં આવી, તેમના પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો.

ઘણી મિસાઈલો ફેંકી

ઘણી મિસાઈલો ફેંકી

રિપોર્ટ અનુસાર અમેરિકી સેના પર ઈરાને 9 રૉકેટ લૉન્ચ કર્યા છે. યુએસ સેક્રેટરી ઑફ ડિફેન્સ ઑફ પબ્લિક અફેરના આસિસટન્ટ જોનાથન હૉફમેને કહ્યુ કે 7 જાન્યુઆરીની સાંજે લગભગ 5.30 વાહે ઈરાને એક ડઝનથી વધુ બેલિસ્ટિક મિસાઈલ અમેરિકી સેના અને ઈરાકની ગઠબંધનની સેના પર તાકી. એ સ્પષ્ટ છે કે આ મિસાઈલોને ઈરાનથી તાકવામાં આવી. ઈરાકની ઓછામાં ઓછી બે છાવણીઓ જ્યાં અમેરિકી સેના હાજર હતી તેને નિશાન બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ JNU પહોંચેલી દીપિકા વિશે કન્હૈયા કુમારે આપ્યુ ચોંકાવનારુ નિવેદનઆ પણ વાંચોઃ JNU પહોંચેલી દીપિકા વિશે કન્હૈયા કુમારે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

એક્શનમાં ટ્રમ્પ

એક્શનમાં ટ્રમ્પ

વ્હાઈટ હાઉસ તરફથી ઈરાન દ્વારા અમેરિકી છાવણીઓ પર હુમલા બાદ નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે અમને હુમલાની માહિતી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વિશે માહિતી આપી દેવામાં આવી છે અને તે પોતાની સુરક્ષા ટીમ સાથે આ મુદ્દે બેઠક કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ સમગ્ર ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. અમેરિકી છાવણીઓ પર હુમલા સાથે જ ઈરાને એ તમામ દેશોને ખુલ્લી ચેતવણી આપી છે કે જે પણ અમેરિકાની આતંકી સેનાને તેની જમીનનો ઉપયોગ કરવા દેશે અમે તેને નિશાન બનાવીશુ અને તેના પર હુમલો કરીશુ.

English summary
oil prices surge by 4 percent after Iran attacks US base in Iraq.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X