આવનારા દિવસોમાં ડુંગળી ફરી રડાવી શકે

સમગ્ર મુદ્દો કોર્ટે લેવી કર મુદ્દે કરેલા આદેશ પર અટવાયો છે. અગાઉ 2 ટકા લેવી કર ખેડૂતો પાસેથી વસૂલ કરવામાં આવતો હતો. હવે કોર્ટના આદેશ બાદ લેવી કર વેપારીઓ પાસેથી વસૂલ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આ મુદ્દે વેપારીઓએ આંદોલન શરૂ કરી હડતાલ પર ઉતરી ગયા છે.
વેપારીઓનું કહેવું છે કે ઇલેક્ટ્રોનિક વજન કાંટા અને હાઇડ્રોલિક ટ્રોલીને પગલે માલ ઉતારવામાં અને ચઢાવવામાં હમાલનો ઉપયોગ ઘણો ઓછો થઇ ગયો છે. આથી આ કર વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવે તે યોગ્ય નથી.
આ મુદ્દાના ઉકેલ માટે બજાર સમિતિ અને માર્કેટિંગ ચીફ સેક્રેટરી અને વેપારી સંગઠન વચ્ચે બેઠક યોજવામાં આવી હતી પણ તે નિષ્ફળ રહી હતી. આ મુદ્દે આગામી 9 ઑક્ટોબર, 2012ના રોજ ફરી બેઠક યોજવામાં આવી છે. આ બેઠક નિષ્ફળ રહેશે તો છૂટક બજારમાં ડુંગળીનો માલ આવવાનો બંધ થશે અને ભાવો ફરી આસમાને પહોંચશે.












Click it and Unblock the Notifications
