ચિદમ્બરમના સંકેત, ડીઝલના ભાવમાં થશે વધારો

બજેટ રજૂ કર્યા બાદ પી ચિદમ્બરમે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નાણામંત્રીએ એવા સંકેત આપ્યા હતા કે બજેટમાં હજી વધુ સુધારા વધારાઓ થઇ શકે છે. તેમણે એવા સંકેતો પણ આપ્યા કે ડીઝલમાં આપવામાં આવતી સબસીડીમાં ઘટાડો થઇ શકે છે. જો ડીઝલની સબસીડીમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવશે તો ડીઝલના ભાવમાં વધારો થશે.
ચિદમ્બરમે જણાવ્યું કે આ બજેટ થકી આર્થિક પડકારોનો સામનો કરી શકાશે. તેમજ 2013-14નું વર્ષ પાછલા નાણાકિય વર્ષ કરતા સારુ રહશે. તેમણે એવું પણ જણાવ્યું કે આ બજેટમાં મે એવી કોઇ ચોકાવનારી જાહેરાત કરી નથી.
નાણામંત્રીએ જણાવ્યું કે ભૂખ્યા માટે ભોજન એ ભગવાન સમાન હોય છે. તેમણે જણાવ્યું કે બજેટ પર ઉઠેલા તમામ સવાલોના જવાબ આપીશ. તેમણે જણાવ્યું કે રાજકોષીય ખોટને 5.2 પર રોકવામાં આવી છે.












Click it and Unblock the Notifications
