For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટીએમની નવી સ્કીમ, બેંક એફડી કરતા પણ વધારે પૈસા કમાઓ

ઈ-વોલેટ કંપની પેટીએમ ઘ્વારા પોતાના ગ્રાહકો માટે એક નવી સર્વિસની શરૂઆત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ઈ-વોલેટ કંપની પેટીએમ ઘ્વારા પોતાના ગ્રાહકો માટે એક નવી સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. તમે પેટીએમની નવી સર્વિસ ઘ્વારા બેંક કરતા પણ વધારે નફો મેળવી શકો છો. ઈ-વોલેટ કંપનીની આ સર્વિસ માટે તમારે ફક્ત 100 રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્યારપછી તમે બેંક એફડી કરતા પણ વધારે વ્યાજ મેળવી શકશો. પેટીએમ ઘ્વારા પેટીએમ મની સર્વિસ શરુ કરવામાં આવી છે, જેના ઘ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી અને વેચીને નફો કમાઈ શકો છો. તો આ નવી સ્કીમ વિશે વિસ્તારથી જાણો....

આ પણ વાંચો: રોકાણના 5 વિકલ્પ, જે ગેરંટીથી કરાવશે ફાયદો

પેટીએમ વધારે નફો કમાવવાનો મોકો આપી રહ્યું છે

પેટીએમ વધારે નફો કમાવવાનો મોકો આપી રહ્યું છે

પેટીએમ મની ઘ્વારા ગ્રાહકો વધારે નફો કમાઈ શકે છે. તમે આ સર્વિસ ઘ્વારા તમારા સ્માર્ટફોનથી મ્યુચ્યુઅલ ફંડ ખરીદી અને વેચી શકો છો. તેના માટે તમારે સૌથી પહેલા તમારું કેવાયસી કરાવવું પડશે.

કઈ રીતે ઉપયોગ કરવું

કઈ રીતે ઉપયોગ કરવું

તમે 4 ડિસેમ્બર 2018 થી પ્લેસ્ટોર અને આઇઓએસ એપ સ્ટોર પર પેટીએમ મની એપ ઇન્સ્ટોલ કરી શકો છો. શરૂઆતમાં તેનો ઍક્સેસ ફક્ત 2500 લોકોને જ આપવામાં આવશે. ત્યારપછી તેને વધારીને 10000 કરી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે તેના માટે 8,50,000 લોકો લોન્ચ પહેલા જ રજીસ્ટર કરાવી ચુક્યા છે. યુઝરે પોતાનું કેવાયસી કરાવવું પડશે. ત્યારપછી તેના ફોન નંબર અને ઈમેલ પર બધી જ અપડેટ આપવામાં આવશે.

કઈ રીતે ફાયદો મળશે

કઈ રીતે ફાયદો મળશે

આપને જણાવી દઈએ કે પેટીએમ મનીએ તેના માટે 25 સાથે ભાગીદારી કરી છે, જેથી મ્યુચ્યુઅલ ફંડની ડાયરેક્ટ સ્કીમનો ફાયદો મળી શકે. તેમાં મોર્નિંગસ્ટાર, ક્રિસીલ, અને વેલ્યુ રિસર્ચ જેવા ટોપના રેટિંગ સર્વિસિસ સાથે ભાગીદારી કરવામાં આવી છે. તમે પેટીએમ મની ઘ્વારા લાર્જ કેપ, સ્મોલ કેપ, મીડ કેપ, બેલેન્સ્ડ, ટેક્સ સેવિંગ, ડેબ્ટ, લીકવીડ ફંડ જેવા અલગ અલગ ફંડ ખરીદી અને વેચી શકો છો.

English summary
Paytm Wallet latest service: Get more benefits then Bank's FD,Know all about Paytm Money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X